Home State Gujarat સેમિકોન ઈન્ડીયા-૨૦૨૩ અંતર્ગત આયોજિત પ્રદર્શનનો શુભારંભ

સેમિકોન ઈન્ડીયા-૨૦૨૩ અંતર્ગત આયોજિત પ્રદર્શનનો શુભારંભ

0
434

સેમિકોન ઈન્ડીયા-૨૦૨૩ અંતર્ગત આયોજિત પ્રદર્શનનો શુભારંભ

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં કરાવ્યો શુભારંભ 

કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને આઈ.ટી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખર રહ્યાં ઉપસ્થિત

સેમિકોન ઈન્ડીયા-૨૦૨૩ અંતર્ગત આયોજિત પ્રદર્શનનો શુભારંભ થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે સેમિકોન ઈન્ડીયા-૨૦૨૩ અંતર્ગત આયોજિત પ્રદર્શનનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને આઈ.ટી રાજ્ય મંત્રી  રાજીવ ચંદ્રશેખર પણ ઉપસ્થિત રહ્યા હતા.પ્રદર્શનનો શુભારંભ કરાવ્યા બાદ મીડિયાને સંબોધતા મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, સેમિકન્ડક્ટર આધુનિક ઉદ્યોગ જગતની પાયાની જરૂરિયાત છે. ઇલેક્ટ્રોનિક્સ, ટેલીકોમ્યુનિકેશન, ઓટોમોટીવ, હેલ્થ કેર સહિતના વિવિધ ઉદ્યોગોમાં સેમિકન્ડક્ટરની ભૂમિકા મહત્વપૂર્ણ છે. એટલે જ, દેશમાં સૌપ્રથમ સેમિકન્ડક્ટર પોલીસી જાહેર કરીને ગુજરાત સેમિકન્ડક્ટર ક્ષેત્રને પૂરતું પ્રોત્સાહન આપી રહ્યું છે.  સેમિકન્ડક્ટર ક્ષેત્રે ગુજરાત દેશમાં અગ્રણી ભૂમિકા ભજવી રહ્યું છે. દેશ-વિદેશની સેમિકન્ડક્ટર ચીપ કંપનીઓ દ્વારા ગુજરાતમાં સેમીકન્ડક્ટરના સેક્ટરમાં રોકાણથી રાજ્યમાં રોજગારીના નવા દ્વારા ખુલી રહ્યાં છે.

મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, સેમિકોન ઇન્ડિયા-૨૦૨૩ની કોન્ફરન્સ પહેલા આ ક્ષેત્રના વિવિધ પાસાઓને પ્રદર્શિત કરવા માટે આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શનમાં સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ પ્રક્રિયા અને તેના ક્ષેત્રમાં થયેલી પ્રગતિનું પ્રદર્શન કરવામાં આવ્યું છે, જે આ ક્ષેત્રમાં રસરૂચિ ધરાવતા લોકો ઉપરાંત સામાન્ય નાગરીકો માટે આકર્ષણ બનશે. ગુજરાતના એન્જિનિયરીંગ તેમજ સાયન્સ સ્ટ્રીમના વિદ્યાર્થીઓ માટે સેમિકન્ડક્ટર ચીપ નિર્માણની જટીલ પ્રક્રિયાઓને સમજવા માટેની આ સુવર્ણ તક છે. વિદ્યાર્થીઓ આ એક્ઝિબિશનના વિવિધ સ્ટોલમાંથી સેમિકન્ડક્ટર ઉદ્યોગને લગતી તમામ માહિતી મેળવી ભરપૂર જ્ઞાન મેળવશે અને આ સોનેરી તકનો લાભ લેશે, તેવી મુખ્યમંત્રીએ આશા વ્યક્ત કરી હતી.

કેન્દ્રીય રાજ્ય મંત્રી  ચંદ્રશેખરે આ પ્રસંગે જણાવ્યું હતું કે, વડાપ્રધાન  નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ યોજાઈ રહેલી સેમિકોન ઇન્ડિયા-૨૦૨૩ કોન્ફરન્સ ભારતના ટેકનોલોજી ક્ષેત્ર માટે અતિમહત્વપૂર્ણ કાર્યક્રમ છે. ગત વર્ષે આ કાર્યક્રમનું આયોજન બેંગ્લોરમાં થયું હતું, અને તેની બીજી શ્રેણીનું આ વર્ષે ગુજરાતમાં આયોજન થઇ રહ્યું છે. ગુજરાત આજે સેમિકન્ડક્ટર ક્ષેત્રે દેશનું એપી સેન્ટર બન્યું છે. સેમિકન્ડક્ટર ક્ષેત્રના વિકાસ માટે ગુજરાત સરકાર ખૂબ જ ઝડપથી કામ કરી રહી છે. તાજેતરમાં જ ગુજરાત સરકારે સેમિકન્ડક્ટર ક્ષેત્રની નામાંકિત કંપની માઈક્રોન સાથે ૨૨,૫૦૦ કરોડના રોકાણ સાથે MoU કર્યા છે.

ઈન્ડિયા સેમિકન્ડક્ટર મિશનના વિઝન સાથે જોડાયેલા આ પ્રદર્શનમાં સેમિકન્ડક્ટર ડિઝાઇન, મેન્યુફેક્ચરિંગ અને ટેક્નોલોજી ડેવલપમેન્ટમાં ભારતની વૈશ્વિક પાવર હાઉસ બનવા તરફની સફરને પ્રદર્શિત કરવામાં આવશે. નાગરીકો આગામી તા. ૩૦મી જુલાઈ સુધી આ પ્રદર્શન નિહાળી શકશે. આ પ્રદર્શનમાં ૧૫૦ જેટલા સ્ટોલ ઉભા કરાયા છે, જેમાં વિશ્વની ૮૦ અગ્રણી કંપનીઓ દ્વારા તેમના ઉત્પાદનો રજૂ કરવામાં આવ્યા છે. આ પ્રદર્શનમાં ૨૫ સ્ટાર્ટઅપ્સનો પણ સમાવેશ કરાયો છે, જેઓ તેમની નવીનતાઓ પ્રદર્શિત કરશે અને ઉદ્યોગના અગ્રણીઓ સાથે જોડાશે.

સેમિકોનઈન્ડિયા-૨૦૨૩માં વિશ્વના ૨૩ દેશો ઉપરાંત ઉત્તર પ્રદેશ અને ગુજરાત સહિત વિવિધ રાજ્યોના પણ સ્ટોલ છે. જે સેમિકન્ડક્ટર ઉદ્યોગના વિકાસને ટેકો આપવા માટે રાજ્ય સરકારોના સામૂહિક પ્રયાસને દર્શાવે છે. SCL, ISRO અને સ્પેસ એપ્લીકેશન સેન્ટર જેવી અન્ય સંસ્થાઓ પણ પ્રદર્શનમાં ભાગ લઈ રહી છે. આ ઉપરાંત IIT બોમ્બે, IIT મદ્રાસ, BITS પિલાની, ગણપત યુનિવર્સિટી અને નિરમા યુનિવર્સિટી જેવી શૈક્ષણિક સંસ્થાઓએ પણ સક્રિયપણે પ્રદર્શનમાં ભાગ લીધો છે.

વાંચો અહીં સંસદના બંને ગૃહોમાં હોબાળો

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે