અમદાવાદ-જામનગર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની શરૂઆત

1
134
અમદાવાદ-જામનગર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની શરૂઆત
અમદાવાદ-જામનગર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની શરૂઆત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જામનગર-અમદાવાદ, ઉદયપુર-જયપુર, પટના-હાવડા, રાંચી-હાવડા, રાઉરકેલા-ભુવનેશ્વર-પુરી, હૈદરાબાદ-બેંગ્લોર, વિજયવાડા-ચેન્નઈ, તિરુનેલવેલી-મદુરાઈ-ચેન્નઈ અને કાસરગોડ તિરૂવનંતપુરમ વચ્ચે નવ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને 24 સપ્ટેમ્બર, 2023ના રોજ નવી દિલ્હીથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ફ્લેગ ઓફ કરાવ્યું .  પશ્ચિમ રેલવે જામનગર-અમદાવાદ સ્ટેશન વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન શરૂ કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર થયું છે. આ ટ્રેનની વિશેષતા જોઈએ તો રિક્વાઇનિંગઅને આરામદાયક બેઠકો, સ્લાઇડિંગ દરવાજા, પર્સનલ રીડિંગ લાઇટ્સ, મોબાઇલ ચાર્જિંગ પોઇન્ટ્સ, એટેન્ડન્ટ કોલ બટન્સ, બાયો-ટોઇલેટ્સ, ઓટોમેટિક એન્ટ્રી અને એક્ઝિટ ગેટ્સ, સીસીટીવી કેમેરા વગેરે જેવી આધુનિક સુવિધાઓથી આ સુસજ્જ ટ્રેન છે જે મુસાફરોને વિશ્વ કક્ષાની આરામ અને સુવિધાઓ પ્રદાન કરશે.

પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે જારી કરેલી અખબારી યાદી મુજબ, ટ્રેન નંબર 22925 અમદાવાદ-જામનગર વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસનું નિયમિત સંચાલન 25 સપ્ટેમ્બર, 2023થી શરૂ થશે. આ ટ્રેન અઠવાડિયામાં 6 દિવસ ચાલશે અને મંગળવારે નહીં ચાલે.આ ટ્રેન અમદાવાદથી 17.55 કલાકે ઉપડશે અને તે જ દિવસે 22.35 કલાકે જામનગર પહોંચશે.તેવી જ રીતે ટ્રેન નંબર 22926 જામનગર-અમદાવાદ વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસનું નિયમિત સંચાલન 26 સપ્ટેમ્બર, 2023થી શરૂ થશે.આ ટ્રેન જામનગરથી 05.30 કલાકે ઉપડશે અને તે જ દિવસે 10.10 કલાકે અમદાવાદ પહોંચશે. આ ટ્રેન અઠવાડિયામાં 6 દિવસ ચાલશે અને બુધવારે નહીં ચાલે.

આ ટ્રેન બંને દિશામાં સાબરમતી, સાણંદ, વિરમગામ, સુરેન્દ્રનગર, વાંકાનેર અને રાજકોટ સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી ચેર કાર અને એક્ઝિક્યુટિવ ચેર કાર કોચ છે.ટ્રેન નંબર 22925 અને 22926 માટે બુકિંગ 24 સપ્ટેમ્બર, 2023 થી પીઆરએસ  કાઉન્ટર અને આઈઆરસીટીસી  વેબસાઇટ પર ખુલશે. ઠાકુરે વધુમાં જણાવ્યું હતું કે બીજી વંદે ભારત એક્સપ્રેસ શરૂ કરવામાં આવશે.ટ્રેન નંબર 20979/20980 ઉદયપુર સિટી-જયપુર-ઉદયપુર સિટી વંદે ભારત એક્સપ્રેસ પશ્ચિમ રેલવેના ચિત્તોડગઢ સ્ટેશન પર રોકાશે .ઉદયપુર સિટી-જયપુર-ઉદયપુર સિટી વંદે ભારત એક્સપ્રેસનું નિયમિત સંચાલન 25 સપ્ટેમ્બર, 2023થી શરૂ થશે.આ ટ્રેન અઠવાડિયામાં 6 દિવસ ચાલશે અને મંગળવારે નહીં ચાલે.ટ્રેન નંબર 20979 ઉદયપુર સિટી-જયપુર વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ 09.25 કલાકે ચિતોડગઢ  પહોંચશે અને 09.35 કલાકે ઉપડશે.એ જ રીતે, ટ્રેન નંબર 20980 જયપુર-ઉદયપુર સિટી વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ 19.45 કલાકે ચિતોડગઢ  પહોંચશે અને 19.55 કલાકે ઉપડશે.

1 COMMENT

Comments are closed.