Color of Urine :  જાણો પેશાબના કલરથી કે તમને કેવી બીમારી થયાના સંકેત છે ? નજરઅંદાજ કરવું પડશે ભારે  

0
127
Color of Urine
Color of Urine

Color of Urine : જ્યારે માણસ બીમાર પડે છે ત્યારે તેના શરીરમાં કેટલાક ફેરફારો આવે છે, તે ફેરફાર આંતરીક અને બહારના હોય છે. બીમાર પડવા પર કેટલાક સંકેતો આપણને દેખાવા લાગે છે. તેમાનો એક સંકેત છે તમારા પેશાબનો કલર. પેશાબના કલર પરથી પણ માલુમ કરી શકાય છે કે, તમારુ શરીર અંદરથી હેલ્થી છે કે બીમાર.જો પેશાબનો કલર ચોક્કસ રંગનો હોય તો બીમારીનો સંકેત હોય છે.

Color of Urine



પેશાબનો બદલાયેલો કલર શરીરમાં વિટામીન, ખનીજની ઉણપ, કોઈ ઈન્ફેક્શનનો સંકેત હોઈ શકે છે. જેથી બદલાયેલા કલરને નજરઅંદાજ ન કરવો જોઈયે. અમે તમને અહીંયા એ જણાવશું કે પેશાબનો કલર કેવો હોવો જોઈયે અને કેવા કલરનો પેશાબ ખરાબ સ્વાસ્થ્ય કે કોઈ બીમારીની નિશાની છે.

ઘેરો લાલ પેશાબ : Color of Urine :

Color of Urine

જો તમારા યુરિનનો રંગ ઘેરો લાલ કે ભૂરો હોય તો તે કિડની ફેલ્યોરનો સંકેત હોઈ શકે છે.આ રંગનો પેશાબ કિડની ફેલ્યોરનો સંકેત આપે છે, જો કે બધા ઘેરા રંગના પેશાબને કિડની ફેલની નિશાની ગણી શકાય નહીં, તેથી તમારા આરોગ્ય નિષ્ણાતનો સંપર્ક કરો.

સ્પષ્ટ પીળો પેશાબ : Color of Urine

Color of Urine


ચોખ્ખા પીળા કલરનો પેશાબ આવવુ તે સ્વસ્થ્ય શરીરની નિશાની છે. સાફ પીળા રંગનુ યૂરીન એ તરફ ઈશારો કરે છે કે, શરીરમાં પુરતા પ્રમાણમાં પોષક તત્વો સામેલ છે. જેથી આને ચિંતાનો વિષય નથી મનાતો.


ઘાટ્ટો પીળો કલર :  Color of Urine

Color of Urine


સરસવના તેલ જેવા કલરનો પેશાબ આવવુ તે કિડનીની બીમારીના સંકેત હોઈ શકે છે. આવા કલરની સાથે પેશાબમાંથી વાસ પણ આવે છે. જો તમારો પેશાબ ઘાટ્ટો પીળો આવે છે તો તે જોન્ડિસના લક્ષણો પણ હોઈ શકે છે. ડિહાઈડ્રેશનના કારણે પણ ઘાટ્ટા પીળા કલરનો પેશાબ આવી શકે છે. જેથી તમારે ચેતી જઈને ડૉક્ટરને બતાવવુ જોઈયે.



સફેદ રંગ :  Color of Urine

Color of Urine


જો તમારો પેશાબ એકદમ સફેદ છે તો આ પણ શરીરનો સારો સંકેત નથી માનવામાં આવતો. યૂરિનમાં જરુર કરતા વધુ પાણીની માત્રા હોવાથી સફેદ પેશાબ આવી શકે છે. યૂરિનમાં પાણીનું પ્રમાણ વધવાથી કિડની પર જોર પડે છે.

પેશાબમાં બ્લિડિંગ : Color of Urine

Color of Urine


પેશાબમાં બ્લિડિંગ આવવુ તે હિમેચુરિયા નામની બીમારીનો સંકેત છે. આ બીમારીના ચાર જેટલા લક્ષણો છે. જેમાં પેશાબ વખતે લોહી આવવુ તે લક્ષણ પણ સામેલ છે. આ સિવાય યૂરિનરી ટ્રેક ઈન્ફેક્શનના કારણે પણ બ્લીડિંગની સમસ્યા રહે છે. જેમાં તમને જલન અને દર્દ પણ થાય છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો