Sabarmati Express: સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના 22 કોચના પાટા ખરી પડ્યા, કોઈ જાનહાની નહીં

0
140
Sabarmati Express: સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના 22 કોચના પાટા ખરી પડ્યા, કોઈ જાનહાની નહીં
Sabarmati Express: સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના 22 કોચના પાટા ખરી પડ્યા, કોઈ જાનહાની નહીં

Sabarmati Express: છેલ્લાં કેટલાંક દિવસોથી દેશમાં રેલ દૂર્ઘટનાઓમાં વધારો થયો છે, ત્યાં વધુ એક ટ્રેન દૂર્ઘટનાના સમાચાર મળી રહ્યાં છે. જાણવા મળતી વિગત અનુસાર સાબરમતી એક્સપ્રેસ ટ્રેનને અકસ્માત નડ્યો છે.

ઉત્તરપ્રદેશના કાનપુરમાં સાબરમતી એક્સપ્રેસ (Sabarmati Express 19168) પાટા પરથી ખડી પડી છે. તેના 22 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. ટ્રેન વારાણસીથી અમદાવાદ તરફ આવી રહી હતી. આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. કેટલાક યાત્રીઓ ઘાયલ થયા છે. રેસ્ક્યૂ-ઓપરેશન ચાલી રહ્યું છે.

Sabarmati Express: એક્સપ્રેસ ટ્રેનના 22 કોચના પાટા ખરી પડ્યા

વારાણસીથી અમદાવાદ આવી રહેલી સાબરમતી એક્સપ્રેસ પાટા પરથી ઉતરી જતા મોટી દુર્ઘટના સર્જાય છે. કાનપુર નજીક આ દૂર્ઘટના સર્જાય છે, જેને લઈને રેલવે તંત્ર દોડતું થયું છે. સમાચાર એજેન્સી એએનઆઈ અનુસાર આ ઘટનામાં હજી સુધી કોઈ મોટી જાનહાનીના સમાચાર નથી. તંત્રએ પણ આ દુર્ઘટનામાં કોઈ જાનહાની ન થઈ હોવાની પુષ્ટ્રી કરી છે.

કાનપુર અને ભીમસેન સ્ટેશન વચ્ચેના બ્લોક સેક્શનમાં ટ્રેન નંબર 19168 સાબરમતી એક્સપ્રેસ (Sabarmati Express) પાટા પરથી ખડી પડી છે. હજુ સુધી ઘટનાસ્થળેથી કોઈને ઈજા થઈ હોવાના અહેવાલ નથી. આ મામલે પશ્ચિમ રેલવેએ જણાવ્યું છે કે, સાબરમતી એક્સપ્રેસના મુસાફરો માટે 19168 (BCY-ADI) વિશેષ રાહત ટ્રેન કાનપુર સેન્ટ્રલથી અમદાવાદ સુધી ચલાવવામાં આવી છે. જેમાં 691 મુસાફરો સવાર હતા.

Sabarmati Express: સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના 22 કોચના પાટા ખરી પડ્યા, કોઈ જાનહાની નહીં
Sabarmati Express: સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના 22 કોચના પાટા ખરી પડ્યા, કોઈ જાનહાની નહીં

ADM સિટી કાનપુર રાકેશ વર્માએ જણાવ્યું હતું કે,

“22 બોગી પાટા પરથી ઉતરી ગઈ છે પરંતુ કોઈને ઈજા થઈ નથી. તમામ મુસાફરોને બસો દ્વારા તેમના ગંતવ્ય સ્થાન પર મોકલવામાં આવી રહ્યા છે, મેમો ટ્રેન પણ આવી ગઈ છે. સારી વાત છે કે કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી.”

આ અંગે ઉત્તર મધ્ય રેલવેના જનરલ મેનેજર ઉપેન્દ્ર ચંદ્ર જોશીએ જણાવ્યું કે,

“સાચું કારણ તપાસ પછી જાણી શકાશે, મુસાફરોને તેમના ગંતવ્ય પર લઈ જવામાં આવ્યા છે.” અહીં કેટલીક બસોની વ્યવસ્થા કરી હતી…રેલ્વેની ટીમ સ્થળ પર હાજર છે…અમે રિસ્ટોરેશનનું કામ શરૂ કરી રહ્યા છીએ…”

ઉત્તર પ્રદેશ બસો ઘટનાસ્થળે પહોંચી અને મુસાફરોને કાનપુર લઈ ગઈ. કાનપુર સુધી મુસાફરોની સુવિધા માટે, 8 કોચ સાથેની MEMU રેક સાંજે 5:21 કલાકે સ્થળ પરથી રવાના કરવામાં આવી.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો