ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો આજે 51મો જન્મ દિવસ છે. ગોરખનાથ મંદિરમાં સવારે પૂજા કાર્ય કર્યા બાદ મંદિર પરિસરમાં જનતા દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. CM યોગી ત્યાં આવેલા લોકોને સામે ચાલીને મળવા પહોંચ્યા અને તેમની સમસ્યાઓ સાંભળી હતી. અને હાજર અધિકારીઓને યોગ્ય નિકાલ કરવાની સુચના આપતા હતા. યોગીએ આ પ્રસંગે કહ્યું કે દરેક જરૂરિયાતમંદ નાગરિકને પોતાનું ઘર હશે.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના જન્મ દિવસ પ્રસંગે ભાજપના વરિષ્ટ નેતાઓએ શુભ કામનાઓ પાઠવી હતી. આ ઉપરાંત ઉત્તર પ્રદેશની જનતા માટે આજે દિવસભર અલગ અલગ વિકાસના કામોને લઈને યોગી જનતાની વચ્ચે રહેશે.
યોગી આદીત્યાનાથની રાજ્યમાં બીજી ટર્મ છે અને તાજેતરમાં યોજાયેલી નગર પાલિકાની ચૂંટણીમાં પણ ભાજપનો ભવ્ય વિજય થયો હતો તેમાં યોગીની લોકપ્રિયતા જનતામાં કેટલી છે તે જોઈ શકાયું હતું.
અહી ઉલ્લેખનીય છેકે દેશભરમાં બુલડોઝરની રાજનીતિ અને ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝર ફેર્રવાની તેમની શૈલીની ચર્ચા પણ થઇ હતી.
વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ
સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ