Home State Gujarat સીએમ ભુપેન્દ્ર પટેલને બ્રિટીશ પાર્લામેન્ટના સભ્યો મળ્યા, સીએમએ શુ આપી ઓફર

સીએમ ભુપેન્દ્ર પટેલને બ્રિટીશ પાર્લામેન્ટના સભ્યો મળ્યા, સીએમએ શુ આપી ઓફર

0
365

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે બ્રિટીશ પાર્લામેન્ટના ઓલ પાર્ટી પાર્લામેન્ટ્રી ગૃપના ૮ જેટલા પાર્લામેન્ટ્રી મેમ્બર્સની ગાંધીનગરમાં મહત્વપૂર્ણ મુલાકાત બેઠક યોજાઇ હતી.
આ ઓલ પાર્ટી પાર્લામેન્ટ્રી ગૃપ યુ.કે ભારત અને ગુજરાત વચ્ચે ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ સંદર્ભમાં ભારતની મુલાકાતે છે તે દરમ્યાન ગુજરાત પ્રવાસ અંતર્ગત આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળેલા આ ઓલ પાર્ટી પાર્લામેન્ટ્રી ગૃપમાં બ્રિટીશ પાર્લામેન્ટના કોન્ઝરવેટીવ પાર્ટી, લેબર પાર્ટી, સ્કોટિશ નેશનલ પાર્ટી અને અપક્ષ-ક્રોસ બેંચના મળીને કુલ-૮ મેમ્બર્સ ઓફ પાર્લામેન્ટનો સમાવેશ થાય છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધી, સરદાર વલ્લભભાઇ પટેલ અને વિશ્વના સૌથી લોકપ્રિય નેતા યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની ભૂમિ ગુજરાતમાં આ ડેલિગેશનનું ઉષ્માપૂર્ણ સ્વાગત કર્યુ હતું.

મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇની વિઝનરી લીડરશીપને કારણે દેશ-વિદેશ સાથે વેપાર-ઉદ્યોગ વ્યાપકપણે વિકસ્યો છે અને ગુજરાત તેમના નેતૃત્વમાં અન્ય રાજ્યો અને રાષ્ટ્રો સાથે હંમેશા ઉષ્માપૂર્ણ સંબંધો માટે તત્પર છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રો-એક્ટીવ પોલિસી મેકીંગ, ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ અને ઇન્વેસ્ટર્સ ફ્રેન્ડલી એપ્રોચ તેમજ રોબસ્ટ ઇન્ડસ્ટ્રીયલ અને લોજિસ્ટીક્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સુવિધાપૂર્ણ ગુણવત્તાયુકત સમાજજીવનને કારણે ગુજરાત મોસ્ટ પ્રિફર્ડ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન બન્યું છે તેની વિસ્તૃત છણાવટ બ્રિટીશ પાર્લામેન્ટના આ સભ્યો સમક્ષ કરી હતી.
તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે વેપાર, ઉદ્યોગ, મેન્યૂફેક્ચરીંગ હરેક ક્ષેત્રે ગુજરાત અન્ય રાજ્યો કરતાં આગળ રહેલું છે અને વાયબ્રન્ટ સમિટની ઉત્તરોત્તર સફળતાને પગલે વિદેશી રોકાણોની પહેલી પસંદગીનું રાજ્ય બન્યું છે.
તેમણે કહ્યું કે, ગુજરાતમાં એવું સાનુકૂળ વાતાવરણ વ્યાપાર-ઉદ્યોગ માટે બન્યું છે કે એકવાર ગુજરાતમાં પોતાનો વ્યવસાય, ઉદ્યોગ શરૂ કરનારા રોકાણકારો પછી ગુજરાતમાં જ સ્થાયી થઇ જાય છે-અન્ય કયાંય જતા નથી.

ગુજરાત પાસે લોજિસ્ટીક્સ ઇન્ફ્રાસ્ટ્રકચર અને સપ્લાય ચેઇનની જે સુદ્રઢ વ્યવસ્થા છે તેનાથી પણ તેઓ પ્રભાવિત થયા હતા અને ગુજરાત ગ્લોબલ ગેટ-વે બની શકે તેમ છે તેવો મત દર્શાવ્યો હતો.

તેમણે આ અંગે વધુમાં ઉમેર્યુ કે, ગિફટ સિટી નજીક ગુજરાત બાયોટેક્નોલોજી યુનિવર્સિટી યુ.કે ની યુનિવર્સિટી ઓફ એડનબર્ગ સાથેના સહયોગથી આકાર પામી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યુ.કે ની બેસ્ટ ગ્લોબલ યુનિવર્સિટીઝ પણ ગિફટ સિટીમાં પોતાના કેમ્પસ શરૂ કરે તેવો પણ અનુરોધ કર્યો હતો.

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે