CM Bhupendra Patel Declares Historic:#CMbhupendraPatel,#FarmersRelief,ગુજરાત સરકારએ ખેડૂતો માટે ઇતિહાસનું સૌથી મોટું ₹10,000 કરોડનું કૃષિ સહાય પેકેજ જાહેર કર્યું છે. કમોસમી વરસાદ અને કુદરતી આફતોને કારણે પાકને થયેલા ભારે નુકસાનને ધ્યાને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમીક્ષા બેઠક બાદ એક્સ (X) પર પોસ્ટ કરીને આ જાહેરાત કરી હતી.સરકારે જણાવ્યું કે આ પેકેજથી રાજ્યના 16,000થી વધુ ગામોના આશરે 42 લાખ ખેડૂતોને સીધો લાભ મળી શકે છે.

CM Bhupendra Patel Declares Historic:મુખ્ય જાહેરાતના મુદ્દા:
- કમોસમી વરસાદ અને કુદરતી આફતોના કારણે પાકને ભારે નુકસાન.
- ₹10,000 કરોડનું સહાય પેકેજ — અત્યાર સુધીનું સૌથી મોટું કૃષિ રાહત પેકેજ.
- 42 લાખ હેક્ટરથી વધુ જમીન અને 16,000 ગામો અસરગ્રસ્ત હોવાનું સર્વેમાં સામે આવ્યું.
- 9 નવેમ્બરથી મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખરીદી ટેકાના ભાવે — આશરે ₹15,000 કરોડના મૂલ્યની.
- રાજ્ય સરકાર ખેડૂતોની આર્થિક સુખાકારી માટે પ્રતિબદ્ધ: CM ભૂપેન્દ્ર પટેલ.
CM Bhupendra Patel Declares Historic:CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું:
“ગુજરાતમાં ગત બે દાયકામાં ન થયો હોય એવો કમોસમી વરસાદ આ વર્ષે થયો છે. અનેક જિલ્લાના ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું છે. મેં અને મારા સહકર્મીઓએ જાતે જ અસરગ્રસ્ત ખેડૂતો સાથે મુલાકાત કરીને સ્થિતિનું મૂલ્યાંકન કર્યું છે. રાજ્ય સરકાર હંમેશા ખેડૂતોની સાથે છે અને રહેશે.”
CM Bhupendra Patel Declares Historic:કૃષિમંત્રી જીતુ વાઘાણીએ પેકેજને આવકાર્યું
કૃષિમંત્રી જીતુ વાઘાણીએ X પર પોસ્ટ કરીને જણાવ્યું કે, “મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના સંવેદનશીલ માર્ગદર્શનમાં ધરતીપુત્રો માટે જાહેર કરાયેલ 10 હજાર કરોડનું સહાય પેકેજ ખેડૂતો માટે આશીર્વાદ સમાન છે.”

2020 અને 2024 કરતાં હાલની સ્થિતિ વધુ ગંભીર
- 2020માં પાક નુકસાન પેટે સરકારે ₹3,795 કરોડનું પેકેજ જાહેર કર્યું હતું.
- 2024માં 20 જિલ્લાના 6,112 ગામમાં નુકસાન બાદ ₹1,462 કરોડનું પેકેજ જાહેર થયું હતું.
- પરંતુ આ વખતે રાજ્યવ્યાપી અસર હોવાથી સહાય રકમ 10 હજાર કરોડ સુધી પહોંચાડવામાં આવી છે.

CM Bhupendra Patel Declares Historic:કયા વિસ્તારોમાં સૌથી વધુ અસર?
- સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના મોટા ભાગના તાલુકાઓમાં નુકસાન.
- માત્ર સૌરાષ્ટ્રમાં જ 16 લાખ હેક્ટર જમીન પર મગફળી વાવેતર, જેના પાકને ભારે ફટકો.
- ખેડૂતોમાં મગફળીના પાકનું મોટું નુકસાન થતાં ચિંતા.
વધુ સમાચાર જોવા માટે અહી ક્લિક કરો :




