સીએમ ભગવંત માને તેમના વતનમાં ઉજવ્યો જન્મ દિવસ

0
200
સીએમ ભગવંત માને તેમના વતનમાં ઉજવ્યો જન્મ દિવસ
સીએમ ભગવંત માને તેમના વતનમાં ઉજવ્યો જન્મ દિવસ

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન તેમનો 50મો જન્મ દિવસ ઉજવી રહ્યા છે . મુખ્યમંત્રી તેમના વતનમાં પહોંચ્યા હતા . સીએમના જન્મ દિવસે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ સંખ્યામાં રક્તદાન કર્યું. અને મુખ્યમંત્રી ભગવંત માનને જન્મ દિવસની શુભેચ્છા પાઠવી પંજાબના મુખ્યમંત્રીએ કહ્યું કે રાજ્ય સરકારના અથાક પ્રયાસોથી પંજાબમાં આરોગ્ય ક્રાંતિનો યુગ શરૂ થયો છે. રાજ્યમાં નવી મેડીકલ કોલેજ ખોલીને પંજાબને તબીબી શિક્ષણનું કેન્દ્ર બનાવવા ઉપરાંત નાગરિકોને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવશે સીએમ બગ્વંત માને જણાવ્યું કે સામાન્ય નાગરિકોની સુવિધા અને સુખાકારી માટે પંજાબમાં હોસ્પિટલ, અને આરોગ્ય સંભાળ કેન્દ્રોનું મોટા પાયે નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને કહ્યું કે પંજાબ વિધાનસભાનું સત્ર સંપૂર્ણ પણે કાયદેસર છે અને 20 અને 21 ઓક્ટોબરે યોજાનારી બેઠક કાયદાકીય નિષ્ણાતોની સલાહ લીધા બાદ અને ભારતીય બંધારણ અનુસાર બોલાવવામાં આવ્યું છે. બે દિવસીય સત્ર દરમિયાન ઘણા જન કલ્યાણ બીલ રજૂ કરવામાં આવશે . માને જણાવ્યું કે વિધાનસભા લોકશાહી રીતે ચૂંટાયેલી સંસ્થા છે અને જે ફક્ત રાજ્યના લોકો માટેજ જવાબદાર છે . કોઈ વ્યક્તિની ઈચ્છા મુજબ કામ કરતી નથી.

વધુમાં સીએમ માને જણાવ્યું કે પંજાબ સરકારે ડાંગરની પરાળ સળગાવવાના વલણને રોકવા માટે પહેલાથીજ પંજાબ સરકારે પહેલ કરી છે . તેમને કહ્યું કે ઘણા પ્રગતિશીલ ખેડૂતોએ ડાંગરના કચરાનો નિકાલ કરવા માટે યોગ્ય વ્યવસ્થાનું પાલન કર્યું છે. અને અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. બીજી તરફ પંજાબ સરકારે પંજાબમાં ચાલતા 2500 જેટલા ભઠ્ઠાઓમાં 20 ટકા કોલસાની બચત કરીને ડાંગરના કચરાનો ઉપયોગ કરીને પહેલ કરી છે . અને સફળતા મેળવી છે. ગત વર્ષની સરખામણીએ ડાંગરના કચરાને યોગ્ય નિકાલ થાય તે માટે 23000થી વધુ મશીન ખેડૂતોને આપવામાં આવ્યા છે અને તેનો વ્યવસ્થિત ઉપયોગ થઇ રહ્યો છે. આ ઉપરાંત પરાળ સળગાવવાના મુદ્દે અધિકારીઓને કડક તકેદારી રાખવાની સુચના પણ આપવામાં આવી છે.

મુખ્યામાંન્રી ભગવંત માન પોતાના 50માં જન્મ દિવસે વતનમાં પહોંચ્યા હતા . ત્યાં પત્રકારોને જણાવ્યું કે રાજ્ય સરકાર મંડીઓમાં ડાંગરના પાકની સરળ ખરીદી થાય એ માટે યોગ્ય વ્યવસ્થા કરી રહી છે. અને દરેક જીલ્લોમાં તાત્કાલિક ખરીદી થાય તે માટે પ્રતિબદ્ધ છે. ખેડૂતોને અનાજ બજારમાંથી તેમનો પાક સરળતાથી સમયસર અને અવરોધ વિના વેચાણ થઇ શકે તે માટે આયોજન કરવામાં આવશે.