CM યોગીએ એન્કાઉન્ટર કરનારા અધિકારીઓના કર્યા વખાણ

0
114

યોગીએ લખનૌમાં કાયદો અને વ્યવસ્થાને લઈને મોટી બેઠક યોજી

માફિયા ડોન અતીક અહેમદના પુત્ર અસદ અહેમદનું એન્કાઉન્ટર થયું છે. આ એન્કાઉન્ટરમાં અસદની સાથે અન્ય કુખ્યાત શૂટર ગુલામ પણ માર્યો ગયો છે. આ અંગે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ખુશી વ્યક્ત કરી છે. તેમણે એન્કાઉન્ટર કરનારા અધિકારીઓના વખાણ કર્યા છે. આ બંને બદમાશોના મોત બાદ સીએમ યોગી આદિત્યનાથે લખનૌમાં કાયદો અને વ્યવસ્થાને લઈને મોટી બેઠક યોજી હતી. યુપી સીએમઓ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘સીએમ યોગીએ યુપી એસટીએફ તેમજ ડીજીપી, સ્પેશિયલ ડીજી લો એન્ડ ઓર્ડર અને સમગ્ર ટીમની પ્રશંસા કરી હતી. મુખ્ય સચિવ ગૃહ સંજય પ્રસાદે મુખ્યમંત્રીને એન્કાઉન્ટર અંગે માહિતી આપી હતી. આ સમગ્ર મામલે સીએમ સમક્ષ રિપોર્ટ મૂકવામાં આવ્યો હતો.