હરિયાણાના વાતાવરણમાં પલટો – લાખો ક્વિન્ટલ ડાંગર ભીંજાઈ

1
66
હરિયાણાના વાતાવરણમાં પલટો - લાખો ક્વિન્ટલ ડાંગર ભીંજાઈ
હરિયાણાના વાતાવરણમાં પલટો - લાખો ક્વિન્ટલ ડાંગર ભીંજાઈ

હરિયાણા વાતાવરણમાં અચાનક પલટો આવતાજ ખેડૂતોના જીવ અધ્ધર થયા છે કારણકે હરિયાણા રાજ્યના અનેક જિલ્લાઓમાં ફરી એક વાર વાતાવરણમાં પલટો જોવા મળ્યો અને લાખો ક્વિન્ટલ ડાંગર પાલડી ગઈ . ફતેહાબાદમાં વહેલી સવારે અચાનક વરસાદ ખાબકતા ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારમાં લગભગ એક કલાક સુધી વરસાદી માહોલ જોવા મળ્યો હતો. આ ઉપરાંત ઠંડા પવનો ફૂંકાવાની શરૂઆત થઇ હતી અને ભારે વરસાદ ખાબકવાની શરૂઆત થઇ અનેક જગ્યાએ બરફ વર્ષા અને કરા પણ જોવા મળ્યા હતા.

હવામાનમાં પલટો આવતાજ હરિયાણાના વાતાવરણમાં લગભગ બે થી ત્રણ ડીગ્રીનો ઘટાડો જોવા મળી રહ્યો છે. અને છેલ્લા ઘણા દિવસોથી રાજ્યમાં હવા ખરાબ અને પ્રદુષણ વધી રહ્યું હતું તેમાં ઘટાડો જોવા મળ્યો. વરસાદ થયા બાદ હવાના પ્રદુષણની સૂચકાંક 264 થી ઘટીને 108 પર સ્થિર થયો તે બતાવે છેકે રાજ્યમાં પ્રદુષણની સ્તર ઘટ્યું છે. બીજી તરફ અચાનક વરસાદ ખાબકતા ખુલ્લામાં રાખેલો ડાંગરનો પાક ભીંજાયો હતો અને ખેડૂતોને નુકશાન થયું હતું. કલહો ક્વિન્ટલ ડાંગર વરસાદી પાણીમાં ભીંજાઈ જતા ખેડૂતો સહિત કમીશન એજન્ટો પણ મુશ્કેલીમાં મુકાયા છે અને મોટું નુકશાન થવાની ભીતિ છે.

3

હરિયાણા સરકાર તરફથી ખેતી નિયામક કચેરીથી ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે અને એક નિવેદનમાં નાયબ નિયામક ડો.મહાવીર સિંહે જણાવ્યું કે જે ખેડૂતોનો પાક તૈયાર છે તેમણે પોતાના ખેતરોમાંથી લણણી ન કરવી જોઈએ અને કે ખેડૂતોએ લણણી કરી લીધી છે તેમણે પોતાનો પાક બજારમાં એટલેકે વેચાણ અર્થે APMCમાં લાવવો જોઈએ નહિ . આ ઉપતંત પોતાના પાકને યોગ્ય જગ્યાએ વરસાદી પાણી કે હવામાનની અસર ન લાગે તેરીતે ઢાંકવો કોઈએ . જે ખેડૂતોના ખેતરોમાં વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા નથી તેમણે ભરાયેલા પાણીનો યોગ્ય નિકાલ થાય તે વ્યવસ્થા કરવી જોઈએ.

રાજ્યના હવામાન વિભાગ અનુસાર અને હવામાન શાસ્ત્રી ડો. રમેશચંદ્ર વર્સ્માએ જણાવ્યું હતું કે હરિયાણામાં મંગળવાર સુધી વાસળી માહોલ જોવા મળશે અને ઠંડા પવનો ફૂંકાઈ શકે છે . પહાડી વિસ્તારોમાં બરફ પડવાની કે કરા પડવાની પણ આગાહી કરવામાં આવી છે. આપને જણાવી દઈએ કે સમગ્ર ઉત્તર ભારતમાં ભારતીય હવામાન વિભાગે વાતાવરણમાં આગામી બે દિવસ વરસાદી માહોલ અને કરા પડશે તેવી આગાહી કરી છે. .

1 COMMENT

Comments are closed.