સીઆઇડી ક્રાઇમે ભરૂચમાંથી નશાનો કારોબાર ઝડપી પાડ્યો

0
167
સીઆઇડી ક્રાઇમે ભરૂચમાંથી નશાનો કારોબાર ઝડપી પાડ્યો
સીઆઇડી ક્રાઇમે ભરૂચમાંથી નશાનો કારોબાર ઝડપી પાડ્યો

CID ક્રાઇમે ભરૂચમાંથી નશાનો કારોબાર ઝડપી પાડ્યો

એફેડ્રિનનો જથ્થો કબ્જે કર્યો

એક આરોપીની ધરપકડ કરાઈ

સીઆઇડી ક્રાઇમ ગાંધીનગરે ભરૂચમાંથી નશાના કારોબારનો પર્દાફાશ કર્યો છે. ભરૂચ જિલ્લાના વાલીયા ખાતે રેતી કપચીનો કમિશનથી ધંધો કરતા યુવક પાસે ડ્રગ્સ હોવાની બાતમી  સીઆઈડીના એડિશનલ ડીજીપી ડો રાજકુમાર  પંડિયાન ને મળી હતી ઉપરોક્ત બાતમીના આધારે સીઆઈડી સેલના નાર્કોટિક્સ વિભાગની ટીમે ભરૂચ જિલ્લાના વાલીયા ખાતે દરોડા પાડયા હતા.જેમાં યુવકના ઘરેથી એફિડિન ડ્રગ્સ ત્રણ કિલો 70 ગ્રામ ની મળી આવ્યું હતું. જેની કિંમત 7,60,000 ના મુદ્દા માલ સાથે યુવકની ધરપકડ કરી વધુ તપાસ સીઆઇડી ક્રાઈમે હાથ ધરી છે પ્રાપ્ત માહિતી અનુસાર છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં અવર નવર  માદક પદાર્થ તસ્કરીઓ થઈ રહી છે અને ઉડતા ગુજરાતને અટકાવવા માટે રાજ્ય સરકારે કડક હાથે પગલાં ભરવાનો આદેશ આપ્યો હતો જેને લઈને સીઆઇડી ક્રાઈમના એડિશનલ ડીજીપી ડો રાજકુમાર પડીયાન ને ચોક્કસ બાતમી મળી હતી. ભરૂચ જિલ્લાના વાલીયા ખાતે રેતી કપચીનો કમિશનથી ધંધો કરતો રાકેશ વસાવા નામના યુવક પાસે એફેડ્રીંન ડ્રગ્સ હોવાની જાણકારી મળી હતી જેના આધારે સીઆઈડી ક્રાઈમના નાર્કોટિક્સ વિભાગના ડીવાયએસપી રીના રાઠવાને ઓપરેશન હાથ ધરવાનો આદેશ આપ્યો હતો જેના નાર્કોટિક્સ સેલના ટીમે બાતમીના આધારે રાકેશ વસાવા ના ઘરે છાપો માર્યો હતો અને ઘરમાંથી 3.70 ગ્રામ જેટલો એફેડીન ડ્રગ્સ મળી આવ્યું હતું જેની કિંમત 7,60,000 ની થાય છે રાકેશ વસાવાની સીઆઈડી નાર્કોટિક્સ સેલના અધિકારીઓએ ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે જ્યારે રાકેશ વસાવાએ આઠમાં ધોરણ સુધી અભ્યાસ કર્યો છે આ એફેડ્રિંનજથ્થો ક્યાંથી લાવ્યો છે કોને આપવાનો હતો અને કેટલા સમયથી ડ્રગ્સ  હેરાફેરી કરે છે તે મુદ્દા ઉપર પૂછપરછ હાથ ધરવામાં આવી છે તેમ જ પોલીસે અલગ અલગ મુદ્દાઓ પર રાકેશ વસાવાના રિમાન્ડ મેળવવાની તજવીજ  હાથ ધરવામાં આવશે

કેન્દ્ર સરકારે મોટી કાર્યવાહી કરી,એપલ કંપનીને નોટિસ