HomeGujaratChuda School Food Poisoning: ચુડાની કસ્તુરબા ગાંધી વિદ્યાલયમાં ફૂડ પોઈઝનિંગનો આતંક, ૨૦૦થી...

Chuda School Food Poisoning: ચુડાની કસ્તુરબા ગાંધી વિદ્યાલયમાં ફૂડ પોઈઝનિંગનો આતંક, ૨૦૦થી વધુ વિદ્યાર્થિનીઓ બીમાર

Chuda School Food Poisoning: સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા ખાતે આવેલી કસ્તુરબા ગાંધી વિદ્યાલયની વિદ્યાર્થિનીઓ માટે આજનો દિવસ ભારે મુશ્કેલીભર્યો રહ્યો હતો. હોસ્ટેલમાં રાત્રિભોજન બાદ ૨૦૦થી વધુ વિદ્યાર્થિનીઓને ફૂડ પોઈઝનિંગની અસર થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

Chuda School Food Poisoning: ભોજન લીધા બાદ તબિયત લથડી

પ્રાપ્ત માહિતી મુજબ, હોસ્ટેલમાં આપવામાં આવેલું ભોજન લીધાના થોડા સમય બાદ જ વિદ્યાર્થિનીઓને ઉલટી, ઉબકા અને ચક્કર આવવાની ફરિયાદ શરૂ થઈ હતી. એકાએક એકસાથે ઘણી વિદ્યાર્થિનીઓ બીમાર પડતા સ્કૂલ સંચાલકોમાં દોડધામ મચી ગઈ હતી.

Chuda School Food Poisoning: ૫૦થી વધુ વિદ્યાર્થિનીઓ હોસ્પિટલમાં દાખલ

Chuda School Food Poisoning

પરિસ્થિતિની ગંભીરતાને જોતા, અંદાજે ૫૦થી વધુ વિદ્યાર્થિનીઓને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. બાકીની વિદ્યાર્થિનીઓને પણ પ્રાથમિક સારવાર આપવામાં આવી રહી છે. ડોક્ટરોની ટીમ દ્વારા તમામની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.

વાલીઓમાં ભારે રોષ અને ચિંતા

Chuda School Food Poisoning

ઘટનાની જાણ થતાં જ વિદ્યાર્થિનીઓના વાલીઓ મોટી સંખ્યામાં હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. પોતાની દીકરીઓની તબિયતને લઈને વાલીઓમાં ભારે ચિંતા અને રોષ જોવા મળી રહ્યો છે. સ્કૂલના ભોજનની ગુણવત્તા પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. આ ઘટના પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો:  વરાછા બ્રિજ પર ચાલુ રિક્ષાનું વ્હીલ નીકળી ગયું, રિક્ષા પલટી મારતા મુસાફર ઇજાગ્રસ્ત

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments