China : ચીનમાં કોરોના વાયરસ મહામારી (કોવિડ-19) બાદ વધુ એક રહસ્યમય રોગ ઝડપથી ફેલાઈ રહ્યો છે. ચીની મીડિયા અનુસાર, ત્યાંની શાળાઓમાં બાળકો વધુને વધુ બીમાર પડી રહ્યા છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યા છે. ચીનની રાજધાની બેઇજિંગ અને 500 માઇલ (આશરે 800 કિમી)ની ત્રિજ્યામાં આવેલી તમામ હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઇ રહી છે. આ રોગને મિસ્ટ્રી ન્યુમોનિયા કહેવામાં આવે છે.
આ બીમાર બાળકોમાં ફેફસાંમાં બળતરા, ઉંચો તાવ, ઉધરસ અને શરદી જેવા લક્ષણો જોવા મળે છે. રોગના ફેલાવાને રોકવા માટે હાલમાં શાળાઓ બંધ છે. ચાલો જાણીએ આ રહસ્યમય ન્યુમોનિયા શું છે અને તેનાથી બચવાના ઉપાયો શું છે:-
ચીન (China) માં રહસ્યમય ન્યુમોનિયાનો પ્રકોપ ઝડપથી વધી રહ્યો છે. આ રહસ્યમય ન્યુમોનિયામાં બાળકોના ફેફસામાં દુખાવો અને ખૂબ તાવ આવે છે. ફેફસામાં સમસ્યાને કારણે આ રોગમાં બાળકોને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગે છે. લિયાઓનિંગ, બેઇજિંગમાં બાળકોની હોસ્પિટલો બીમાર બાળકોથી ભરેલી છે. બેઇજિંગ ચિલ્ડ્રન્સ હોસ્પિટલ સંપૂર્ણપણે બીમાર બાળકોથી ભરેલી છે. આ રોગનો હજુ સુધી કોઈ ઈલાજ શોધી શકાયો નથી.
અત્યારે શું સ્થિતિ છે?
ઓપન-એક્સેસ સર્વેલન્સ પ્લેટફોર્મ પ્રોમેડે ચીનમાં ફેલાતા આ ન્યુમોનિયા પર કહ્યું છે કે આ રોગ, જે ખાસ કરીને બાળકોને અસર કરે છે. ઉત્તર ચીન (China) માં હજુ પણ આ રોગનો પ્રકોપ વધુ છે. આ રહસ્યમય રોગથી પ્રભાવિત મોટાભાગના બાળકો બેઇજિંગ અને લિયાઓનિંગની હોસ્પિટલોમાં આવી રહ્યા છે. આ રોગના ઝડપથી ફેલાવાને કારણે આ શહેરોમાં શાળાઓ બંધ કરી દેવામાં આવી છે.
રોગ કેમ ફેલાય છે?
ચીનના વહીવટીતંત્રનું માનવું છે કે શ્વાસની વધતી જતી તકલીફોને કારણે કોરોના સંબંધિત પ્રતિબંધો ઓછા કરવા પડશે. આ સિવાય ઈન્ફલ્યુએન્ઝા વાયરસ અને માયકોપ્લાઝમા ન્યુમોનિયાને પણ કારણ માનવામાં આવે છે. ચિંતાની વાત એ છે કે ચીનમાં આ વખતે વાયરસ માત્ર યુવાનો અને બાળકોને વધુ બીમાર કરી રહ્યો છે.
ચીનની હેલ્થ ઓથોરિટી (China Health Authority) નું કહેવું છે કે ન્યુમોનિયાના બેક્ટેરિયા માત્ર શ્વસનતંત્રને અસર કરે છે. આ સિવાય કેસ વધુ બગડે તો ફેફસાં પણ તેનાથી પ્રભાવિત થાય છે. આવી સ્થિતિમાં લોકોને હોસ્પિટલમાં દાખલ કરવા પડે છે.
રહસ્યમય ન્યુમોનિયા રોગચાળો શું છે?
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ હજુ સુધી રહસ્યમય ન્યુમોનિયાનો રોગચાળો છે કે કેમ તે અંગે કોઈ માહિતી આપી નથી. તે જ સમયે, સર્વેલન્સ પ્લેટફોર્મ Pro-Med એ પણ કહ્યું કે, તેને રોગચાળો કહેવું ખોટું અને અકાળ હશે. ગયા અઠવાડિયે, ચીનના નેશનલ હેલ્થ કમિશને (China National Health Commission) ન્યુમોનિયાના ફેલાવાનું કારણ કોરોના પ્રતિબંધો હટાવવાનો ઉલ્લેખ કર્યો હતો. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ આ રોગની તપાસ કરવા માટે હાલમાં ચીનમાં ફેલાતા તમામ પ્રકારના વાયરસની યાદી માંગી છે.