મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મંત્રીમંડળનું વિસ્તરણ કરશે

    0
    225

    કર્ણાટકની વિધાનસભા ચૂંટણી બાદ ગમે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતાના મંત્રીમંડળનું વિસ્તરણ કરે તેવી શક્યતા છે. સૂત્રો મારફતે પ્રાપ્ત વિગત અનુસાર હાઈ કમાન્ડે આ માટે ગુજરાત સરકારને આદેશ આપી દીધો છે. મુખ્યમંત્રીના વર્તમાન મંત્રીમંડળમાં વધુ 8 નવા મંત્રીઓ ઉમેરાઈ શકે છે, જો કે હાલના મંત્રીઓમાંથી કોને પડતા મુકાશે તે અંગે સ્પષ્ટતા નથી. ભાજપે વિધાનસભાની ચૂંટણીમાં વિજય મેળવ્યા પછી મુખ્યમંત્રીએ પોતાના મંત્રીમંડળમાં માત્ર 16 મંત્રીઓને સરકારમાં સમાવ્યા હતા.