પોરબંદરમાં ગઢવી યુવાનની નિર્મમ હત્યાના સંદર્ભે જામ ખંભાળિયામાં ચારણ ગઢવી સમાજ અને VHP દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.પોરબંદરના ખીજડી પ્લોટ વિસ્તારમાં યાભાઈ રામાભાઈ ગઢવી ની જાહેરમાં તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરવામાં આવી હતી. આ પ્રકરણમાં ત્રણ મુસ્લિમ શખ્સોની પોલીસે અટકાયત કરી હતી આ બનાવના સંદર્ભે જામ ખંભાળિયામાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગઢવી સમાજના યુવાનો આગેવાનો દ્વારા અને VHP, દ્વારા જિલ્લા કલેકટરને એક આવેદનપત્ર પાઠવી, આ સમગ્ર બનાવને શંકાસ્પદ ગણાવી, તેમના મોબાઈલને ચેક કરવા તેમજ આ પ્રકરણમાં સંદર્ભ સંભવિત રીતે લવ જેહાદના ગ્રુપની સંડોવણી તેમજ દેશ વિરોધી પ્રવૃત્તિ કરતા શખ્સોની સંડોવણી હોવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે પોરબંદરના આ ગઢવી યુવાન મુસ્લિમ શખ્સોના નિશાના પર હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે હત્યાના સ્થળના CCTV ફૂટેજ તપાસવા તેમજ આ હત્યા પ્રકરણની તપાસ CBI કે ATS,ને સોંપવા ની માંગ સાથે જિલ્લા કલેકટર કચેરી ખંભાળિયા ખાતે આવેદન પાઠવવામાં આવ્યું હતું..