ચંદ્રની ભ્રમણકક્ષામાં પહોંચ્યું ચંદ્રયાન-3… હવે માત્ર લેન્ડિંગ બાકી- જાણો ક્યારે થશે લેન્ડિંગ

0
231
ઓર્બિટ
ઓર્બિટ

ISRO એ મોટી સફળતા હાસિલ કરી છે. ચંદ્રયાન -3  એ ચંદ્રના ઓર્બિટ ને પકડી લીધો છે. હવે ચંદ્રયાન આશરે 166 km x 18 હજાર km ની ઓર્બિટ માં યાત્રા કરી રહ્યું છે. આ ચંદ્રનું ઓર્બિટ છે. ત્યારબાદ આગામી મોટો દિવસ 17 ઓગસ્ટ હશે. હવે ચંદ્રયાન -3 પ્રોપલ્શન અને લેન્ડર મોડ્યૂલ અલગ થશે. ત્યારબાદ માત્ર લેન્ડિંગ બાકી રહેશે. ત્યારે ચંદ્રના ઓર્બિટમાં જવાનો મતલબ શુ છે, જોઇએ આ અહેવાલ

Chandrayaan-3 એ ચંદ્રમાની બહારની કક્ષા પકડી લીધી છે. હવે ચંદ્રયાન-3 ચંદ્રમાની ચારે તરફ 166 km x 18054 કિલોમીટરની અંડાકાર કક્ષામાં ચક્કર લગાવશે. ઈસરોએ ચંદ્રયાન-3 ના ઓર્બિટને પકડવા માટે આશરે 20થી 25 મિનિટ સુધી થ્રસ્ટર્સ ઓન રાખ્યું. આ સાથે ચંદ્રયાન ચંદ્રમાની ગ્રેવેટીમાં ફસાઈ ગયું છે. હવે તે તેની ચારે તરફ ચક્કર લગાવતું રહેશે. 

તેને લૂનર ઓર્બિટ ઈન્જેક્શન કે ઇંસર્શન (Lunar Orbit Injection Or Insertion-LOI)પણ કહે છે. ચંદ્રમાની ચારે તરફ પાંચ ઓર્બિટ બદલવામાં આવશે. આજ બાદ 6 ઓગસ્ટે રાત્રે 11 કલાકની આસપાસ ચંદ્રયાનના ઓર્બિટને 10થી 12 હજાર કિલોમીટરવાળા ઓર્બિટમાં મુકવામાં આવશે. 9 ઓગસ્ટે બપોરે બે કલાકે ઓર્બિટને બદલી 4થી 5 હજાર કિલોમીટરના ઓર્બિટમાં મુકવામાં આવશે. 

14 ઓગસ્ટની બપોરે તેને ઘટાડી 1000 કિલોમીટર કરવામાં આવશે. પાંચમાં ઓર્બિટ મેન્યૂવરમાં તેને 100 કિલોમીટરની કક્ષામાં મુકવામાં આવશે. 17 ઓગસ્ટે પ્રોપલ્શન મોડ્યૂલ અને લેન્ડર મોડ્યૂલ અલગ થશે. 18થી 20 ઓગસ્ટે ડીઓર્બિટિંગ થશે. એટલે કે ચંદ્રના ઓર્બિટનું અંતર ઘટી જશે. લેન્ડર મોડ્યૂલ 100 x 35 KM ના ઓર્બિટમાં જશે. ત્યારબાદ 23 ઓગસ્ટે સાંજે પાંચ કલાક 47 મિનિટ પર ચંદ્રયાનનું લેન્ડિંગ કરાવવામાં આવશે. પરંતુ હજુ 18 દિવસની યાત્રા બાકી છે. 

હવે સતત ઘટતી જશે ચંદ્રયાન-3ની સ્પીડ
ચંદ્રની ભ્રમણકક્ષાને પકડવા માટે, ચંદ્રયાન-3ની ઝડપ વધારીને લગભગ 3600 કિલોમીટર પ્રતિ કલાક કરવામાં આવી હતી. કારણ કે ચંદ્રનું ગુરુત્વાકર્ષણ પૃથ્વી કરતાં છ ગણું ઓછું છે. જો વધુ ઝડપ હોત તો ચંદ્રયાન તેને પાર કરી શક્યું હોત. આ માટે ઈસરોના વૈજ્ઞાનિકોએ ચંદ્રયાનની ઝડપ 2 અથવા 1 કિલોમીટર પ્રતિ સેકન્ડ સુધી ઘટાડી દીધી છે. આ ઝડપને કારણે તે ચંદ્રની ભ્રમણકક્ષાને પકડવામાં સફળ રહ્યો. હવે ધીમે-ધીમે ચંદ્રની આસપાસ તેની ભ્રમણકક્ષાનું અંતર ઘટશે અને તેને દક્ષિણ ધ્રુવની નજીક ઉતારવામાં આવશે.