Chandra Grahan 2024 : ધૂળેટીના દિવસે વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ !! જાણો કઈ રાશી માટે શુભ છે આ ગ્રહણ ?

0
116
Chandra Grahan 2024
Chandra Grahan 2024

Chandra Grahan 2024 : માનવજીવનમાં ગ્રહો અને તારાઓનું વિશેષ મહત્ત્વ છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહોની સ્થિતિ બદલાવાની સાથે વ્યક્તિના ભાગ્યમાં પરિવર્તન આવે છે. આમાં સૂર્ય અને ચંદ્રગ્રહણ પણ મહત્ત્વપૂર્ણ છે. વર્ષ 2024માં ચંદ્રગ્રહણ જેવી ખગોળીય ઘટના જોવા મળશે. આ વખતે હોળીના તહેવાર ( ધૂળેટી) ના દિવસે  ગ્રહણ થવાનું છે. આ વર્ષે ધૂળેટી  નિમિત્તે ચંદ્રગ્રહણની છાયાને કારણે મનમાં કોઈ અઘટિત ઘટના બનવાની ભીતિ છે. આ વર્ષે ધૂળેટીના અવસર પર 100 વર્ષ બાદ ચંદ્રગ્રહણ થઈ રહ્યું છે. વર્ષ 2024માં બે સૂર્યગ્રહણ અને બે ચંદ્રગ્રહણ થશે.

Chandra Grahan 2024

Chandra Grahan 2024 :  આ વર્ષે હોળીનો તહેવાર 24- 25 માર્ચ, રોજ ઉજવવામાં આવશે. હોલિકા દહન 24 માર્ચે કરવામાં આવશે અને 25 માર્ચે ધુળેટી રહેશે. હિંદુ કેલેન્ડર મુજબ, ફાગણ માસની શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે હોળીકા પ્રગટાવવામાં આવે છે અને બીજા દિવસે ધુળેટીનો તહેવાર ઉજવવામાં આવે છે. . આ વર્ષે વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ ધૂળેટીના દિવસે થવા જઈ રહ્યું છે.

Chandra Grahan 2024

વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ ફાગણ પૂર્ણિમા 2024 ના રોજ થવા જઈ રહ્યું છે. આ દિવસે ધૂળેટીનો તહેવાર પણ ઉજવવામાં આવશે. આ વર્ષે હોળી 24-25મી માર્ચે છે અને તે જ દિવસે ચંદ્રગ્રહણ પણ થઈ રહ્યું છે. હિંદુ ધર્મમાં ગ્રહણની ઘટનાને શુભ માનવામાં આવતી નથી, તેથી આ સમયગાળા દરમિયાન વિશેષ કાળજી અને તકેદારી રાખવાની જરૂર છે. 25 માર્ચે ધૂળેટીના દિવસે થનાર ચંદ્રગ્રહણનો સમય કેવો રહેશે ?  શું સુતક માન્ય રહેશે, કઈ રાશિમાં થશે ચંદ્રગ્રહણ, ગ્રહણ દરમિયાન કયા નિયમોનું પાલન કરવું જોઈએ, ચંદ્રગ્રહણની તમામ રાશિઓ પર શું અસર પડશે.  

Chandra Grahan 2024 :  ચંદ્રગ્રહણ ક્યારે થશે

Chandra Grahan 2024

વર્ષ 2024નું પ્રથમ ચંદ્રગ્રહણ હોળી(ધૂળેટી)ના દિવસે 25 માર્ચે થશે. ચંદ્રગ્રહણ સવારે 10:23 થી બપોરે 03:02 સુધી ચાલશે. ગ્રહણનો કુલ સમયગાળો 04 કલાક 36 મિનિટનો રહેશે. 

Chandra Grahan 2024 :  100 વર્ષ પછી હોળી પર ચંદ્રગ્રહણ 

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર લગભગ 100 વર્ષ પછી હોળી (ધૂળેટી)ના દિવસે ચંદ્રગ્રહણનો સંયોગ જોવા મળશે. તેમજ 25 માર્ચે સૂર્ય, રાહુ મીનમાં, શુક્ર, મંગળ અને શનિ કુંભ રાશિમાં રહેશે. ગ્રહો અને નક્ષત્રોની શુભ સ્થિતિથી ઘણા લોકોને લાભ થશે. 

Chandra Grahan 2024 : ચંદ્રગ્રહણ કઈ રાશિ માટે શુભ છે

Chandra Grahan 2024

હોળી (ધૂળેટી)ના દિવસે વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ ઘણી રાશિઓ માટે શુભ રહેશે. તેનાથી તમારા સુખ, સૌભાગ્ય અને સંપત્તિમાં વધારો થશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ચંદ્રગ્રહણ વૃષભ, કન્યા અને ધનુ રાશિના લોકો માટે શુભ ફળ આપશે.

Chandra Grahan 2024 : ચંદ્રગ્રહણ આ રાશિના જાતકોની સમસ્યાઓમાં વધારો કરશે

મિથુન, સિંહ, કન્યા અને વૃશ્ચિક રાશિવાળા લોકો ચંદ્રગ્રહણથી પ્રભાવિત થઈ શકે છે. તેથી ગ્રહણ દરમિયાન તમારે વિશેષ સાવધાની રાખવાની જરૂર છે.

Chandra Grahan 2024 :  ચંદ્રગ્રહણ ભારતમાં નહીં દેખાય

Chandra Grahan 2024

25 માર્ચે થનારું ચંદ્રગ્રહણ ભારતમાં ન દેખાતું હોવાને કારણે અહીં તેની કોઈ અસર નહીં થાય અને સૂતક માન્ય રહેશે નહીં. આવી સ્થિતિમાં રંગો સાથે હોળી રમવા પર કોઈ પ્રતિબંધ રહેશે નહીં અને હોલિકા દહનની પૂજાને પણ અસર થશે નહીં. 

Chandra Grahan 2024 :  વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ ક્યાં દેખાશે?

25 માર્ચે થનારું ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે નહીં. પરંતુ આ ગ્રહણ આયર્લેન્ડ, ઈંગ્લેન્ડ, સ્પેન, પોર્ટુગલ, ઈટાલી, જર્મની, ફ્રાન્સ, હોલેન્ડ, બેલ્જિયમ, દક્ષિણ નોર્વે, સ્વિટ્ઝર્લેન્ડ, ઉત્તર અને દક્ષિણ અમેરિકા, જાપાન, રશિયાનો પૂર્વીય ભાગ, પશ્ચિમ ઓસ્ટ્રેલિયા સિવાય બાકીના ઓસ્ટ્રેલિયા અને મોટાભાગના વિસ્તારોમાં જોવા મળશે. 

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો