Chandigarh Mayor Election :  સુપ્રીમ છે ત્યાં સત્ય છે, ચંડીગઢ મેયર વિવાદમાં આપ્યો મોટો ચુકાદો  

0
141
Chandigarh Mayor Election
Chandigarh Mayor Election

Chandigarh Mayor Election :  ચંદીગઢ મેયરની ચૂંટણીમાં ગડબડીના મામલામાં સુપ્રીમ કોર્ટે મંગળવારે ચૂંટણીના પરિણામોને ફગાવી દીધા હતા અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર કુલદીપ કુમારને વિજેતા જાહેર કર્યા હતા. સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશે રિટર્નિંગ ઓફિસર દ્વારા અમાન્ય જાહેર કરાયેલા તમામ 8 મતોને માન્ય જાહેર કરવાની સૂચના આપી હતી. આ તમામ મતોના બેલેટ પેપર પર રિટર્નિંગ ઓફિસરે ક્રોસ લગાવી દીધા હતા.

Chandigarh Mayor Election

Chandigarh Mayor Election  : ચંડીગઢ મેયર ચૂંટણી વિવાદ મામલે આજે સુપ્રીમ કોર્ટેમાં સુનાવણી કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે રિટર્નિંગ ઓફિસર અનિલ મસીહને ફટકાર લગાવી હતી. મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની બેંચે ભાજપ અને AAP વચ્ચેના વિવાદમાં આઠ અમાન્ય મતોની તપાસ કરી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે,’ આઠ મત અમાન્ય ગણાશે અને મતોની ફરીથી ગણતરી કરવામાં આવશે. જે માન્ય ગણાશે અને તેના આધારે પરિણામો જાહેર કરવામાં આવશે.

Chandigarh Mayor Election  : સુપ્રીમ કોર્ટે બેલેટ પેપર અને મતગણતરીનો વીડિયો મગાવ્યો હતો

Chandigarh Mayor Election

સુપ્રીમ કોર્ટમાં સોમવારે થયેલી સુનાવણીમાં રિટર્નિંગ ઓફિસરે અનિલ મસીહે કબૂલાત કરી હતી કે તેણે જ બેલેટ પેપર પર ક્રોસના નિશાન લગાવ્યા હતા. રિટર્નિંગ ઓફિસરની પૂછપરછ કર્યા બાદ કોર્ટે મતગણતરીનો વીડિયો અને ચૂંટણી સંબંધિત દસ્તાવેજો મગાવ્યા હતા, જે કોર્ટ રૂમમાં પહોંચ્યા હતા. રિટર્નિંગ ઓફિસરના વીડિયો અને બેલેટ પેપર પણ કોર્ટ રૂમમાં જમા કરાવવામાં આવ્યા હતા.

Chandigarh Mayor Election  : બેલેટ પેપર સાથે છેડછાડનો આરોપ 

Chandigarh Mayor Election

ચંડીગઢ મેયરની ચૂંટણીમાં બીજેપીના મનોજ સોનકરે 16 મતથી જીત મેળવી હતી. તેમણે આમ આદમી પાર્ટી-કોંગ્રેસ ગઠબંધનના ઉમેદવાર કુલદીપ કુમારને હરાવ્યા, જેમને 12 મત મળ્યા હતા. રિટર્નિંગ ઓફિસર અનિલ મસીહે ગઠબંધનના ભાગીદારોના આઠ મત અમાન્ય જાહેર કરતાં આ મામલે વિવાદ સર્જાયો હતો. જે બાદ બેલેટ પેપરમાં છેડછાડના આક્ષેપો થવા લાગ્યા હતા.

Chandigarh Mayor Election  : ચૂંટણી બાદ આ વીડિયો વાયરલ થયો હતો

ચંડીગઢ મેયરની ચૂંટણી પછી એક વીડિયો વાયરલ થયો હતો જેમાં રિટર્નિંગ ઓફિસરે અનિલ મસીહેને AAP કાઉન્સિલરો માટે પડેલા બેલેટ પેપર પર ક્રોસના નિશાન કરતા જોવા મળ્યા હતા. સુપ્રીમ કોર્ટે 5મી ફેબ્રુઆરીએ સુનાવણી દરમિયાન આ ઘટનાની નિંદા કરી હતી અને લોકશાહીની મજાક ગણાવી હતી.

लेटेस्ट खबरो के लिए  यहाँ क्लिक करे

यूट्यूब चैनल पर शॉर्ट्स देखने के लिए यहाँ क्लिक करे

पंजाब में और क्या चल रहा है – यहाँ से क्लिक कर के जाने

दिलचस्प खबरों के लिए यहाँ क्लिक करे


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.