હિમાચલ પ્રદેશના અમુક સ્થળો પર 3 દિવસ સુધી વરસાદ અને હિમવર્ષાની શક્યતા છે. હવામાન કેન્દ્ર શિમલા અનુસાર 9 થી 11 એપ્રિલ સુધી પ્રદેશના મધ્ય પર્વતીય ભાગોમાં સામાન્ય વરસાદ થઈ શકે છે. ઉચ્ચ પર્વતીય વિસ્તારોમાં વરસાદની સાથે હિમવર્ષાની પણ શક્યતા છે જ્યારે 12થી 14 એપ્રિલ સુધી તમામ વિસ્તારોમાં હવામાન સ્પષ્ટ રહેવાનું પૂર્વાનુમાન છે. શનિવારે શિમલા સહિત પ્રદેશના મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ નોંધાયુ.