ChampionsTrophy : ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પાકિસ્તાનમાં આયોજિત થવાની છે. ટીમ ઈન્ડિયા આ ટુર્નામેન્ટ માટે પાકિસ્તાન જશે કે નહિ તેને લઈને લાંબા સમયથી ચર્ચા ચાલી રહી હતી, જોકે સુત્રોનું માનીએ તો ભારતીય ટીમ ચેમ્પીયન ટ્રોફી માટે પાકિસ્તાન નહીં જાય. એક રિપોર્ટ અનુસાર ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ આ અંગે ICC સાથે વાત કરશે. આ વખતે ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન હાઈબ્રિડ મોડલ હેઠળ થઈ શકે છે. ટીમ ઈન્ડિયાની મેચો દુબઈ અથવા શ્રીલંકામાં યોજાઈ શકે છે. આ પહેલા એશિયા કપમાં પણ આવું જ બન્યું હતું.
ChampionsTrophy : ચેમ્પિયન્સ ટ્રોફી 2025 આવતા વર્ષે 19 ફેબ્રુઆરીથી 9 માર્ચ સુધી રમાશે, જેમાં 10 માર્ચ ફાઈનલ માટે રિઝર્વ-ડે છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ ટુર્નામેન્ટની 15 મેચનો ડ્રાફ્ટ ICCને મોકલી દીધો છે. ટુર્નામેન્ટમાં ભાગ લેનારી 8 ટીમના બોર્ડની સંમતિ લીધા પછી જ ICC આ શેડ્યૂલને મંજૂરી આપશે.
લાહોરમાં 1 માર્ચે પાકિસ્તાન તેના સૌથી મોટા હરીફ ભારતનો સામનો કરી શકે છે. જોકે, BCCIએ હજુ સુધી આ મેચ માટે પોતાની સંમતિ આપી નથી. ICC બોર્ડના એક વરિષ્ઠ સભ્યએ બુધવારે પીટીઆઈને આ માહિતી આપી.
ChampionsTrophy : 1996 પછી પહેલીવાર પાકિસ્તાન કોઈ મોટી ICC ટુર્નામેન્ટનું આયોજન કરશે. જોકે, PCBએ 2008માં સમગ્ર એશિયા કપનું આયોજન કર્યું હતું અને ગયા વર્ષે પણ એશિયા કપની કેટલીક મેચ પાકિસ્તાનમાં યોજાઈ હતી.
ChampionsTrophy : જો ભારત પાકિસ્તાન જાય તો ક્યાં રમાશે મેચ ?
PCBના અધ્યક્ષ મોહસિન નકવીએ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ICCને 15 મેચનું શેડ્યૂલ મોકલી દીધું છે. જેમાં સુરક્ષાના કારણોસર ભારતની તમામ મેચ લાહોરમાં રાખવામાં આવી છે. ICC બોર્ડના એક સભ્યએ કહ્યું, “PCBએ 15 મેચની ICC ચેમ્પિયન્સ ટ્રોફીનો ડ્રાફ્ટ સબમિટ કર્યો છે. સાત મેચ લાહોરમાં, ત્રણ કરાચીમાં અને પાંચ રાવલપિંડીમાં યોજાશે. શરૂઆતની મેચ કરાચીમાં યોજાશે, જ્યારે બે સેમિફાઈનલની મેચ કરાચી અને રાવલપિંડીમાં થશે. આ સિવાય ફાઈનલ મેચ લાહોરમાં રમાશે, જો ટીમ ઈન્ડિયા સેમિફાઈનલમાં પહોંચશે તો આ મેચ પણ લાહોરમાં રમાશે.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો