અમદાવાદમાં CGST ઈન્સ્પેક્ટર 1.50 લાખની લાંચ લેતા ઝડપાયો

0
195
અમદાવાદમાં CGST ઈન્સ્પેક્ટર 1.50 લાખની લાંચ લેતા ઝડપાયો
અમદાવાદમાં CGST ઈન્સ્પેક્ટર 1.50 લાખની લાંચ લેતા ઝડપાયો

અમદાવાદમાં CGST ઈન્સ્પેક્ટર 1.50 લાખની લાંચ લેતા ઝડપાયો છે.અમદાવાદ લાંચ રૂશ્વત વિરોધી બ્યૂરોની ટીમ દ્વારા એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. એક CGST ઈન્સ્પેક્ટર 1.50 લાખની લાંચ લેતો રંગે હાથ ઝડપાઈ ગયો છે. આ મામલે હવે ACB દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

હાલમાં ગુજરાતમાં લાંચિયા કર્મચારીઓ પકડાવાની ઘટનાઓ વધી રહી છે. આ ગુજરાતના સરકારી આલમમાં ભ્રષ્ટ અધિકારીઓની વધતી જતી સંખ્યા અને પહોંચને દર્શાવે છે. પરંતુ એસીબી દ્વારા આવા અધિકારીઓને રંગે હાથ પકડી પણ લેવામાં આવી રહ્યા છે. તેથી આવા તત્વોમાં કાયદાનો પણ ડર પેસે છે. આવી જ એક ઘટના હાલમાં અમદાવાદથી સામે આવી છે. જેમાં એક લાંચિયો ટેક્સ અધિકારી એસીબીએ ગોઠવેલા છટકામાં આબાદ રીતે ઝડપાઈ ગયો હતો અને તેને 1.50 લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપી લેવામાં આવ્યો હતો.

જોઈએ ટ્રેપની વિગત

એ.સી.બી. સફળ ટ્રેપ

 ફરીયાદીઃ – એક જાગૃત નાગરીક

 આરોપી : –

અરવિંદ કુમાર લખેન્દ્ર સીંહ

સી.જી.એસ.ટી ઇન્સ્પેક્ટર , વર્ગ -૨ , રખીયાલ ડીવીઝન-૧ , અમદાવાદ દક્ષિણ

 લાંચની માંગણીની રકમઃ-                 

 રૂ.૧,૫૦,૦૦૦/-

 લાંચ સ્વીકારેલ રકમઃ-

રૂ.૧,૫૦,૦૦૦/-

 રીકવર કરેલ રકમઃ-

 રૂ.૧,૫૦,૦૦૦/-

 બનાવનુ સ્થળઃ -જી.એસ.ટી ભવન આંબાવાડી , અમદાવાદ

 ટુંક વિગતઃ – આ કામના ફરીયાદી ટેક્ષ કન્સલ્ટન્ટ નું કામ કરે છે. તેમનાં ક્લાયન્ટ ને વર્ષ ૨૦૧૫-૧૬ અને ૨૦૧૬-૧૭ માં સર્વિસ ટેક્ષ નહી ભરેલ હોવા અંગે ની ચાલુ વર્ષે ઓગષ્ટ મહીના માં બે નોટીસ મળેલ હતી , જેથી તેમના વતી આ કામ નાં ફરિયાદી સી.જી.એસ.ટી વિભાગ હીયરીંગ માં હાજર રહેલ હતા અને પોતાના ક્લાયન્ટ ને કોઇ ટેક્ષ ભરવાનો થતો ના હોવા અંગે લેખીત માં જવાબ પણ કરેલ હતો .

      તેમ છતાં આરોપીએ રૂ. 15,00,000/- ટેક્ષ ભરવાનો થતો હોવાનું જણાવેલ , અને ના ભરવો હોય તો ૧૦% લેખે ૧,૫૦,૦૦૦/- ની માગણી કરેલ હતી

     પરંતુ ફરીયાદી લાંચ ની રકમ આપવા માંગતા ના હોઇ એ.સી.બી નો સંપર્ક કરતાં , ફરીયાદી ની ફરીયાદ આધારે લાચનું છટકું ગોઠવવા માં આવેલ , અને છટકા દરમ્યાન આરોપીએ પોતાની ઓફીસમાં ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચ નાં નાણાં સ્વીકારી પકડાઇ જઇ ગુન્હો કર્યા બાબત.

 નોધઃ -ઉપરોક્ત  આરોપીઓ ને ડિટેઇન કરી આગળન કાર્યવાહી કરેલ છે.

 ટ્રેપીંગ ઓફીસરઃ –

એસ.એન.બારોટ ,

પો.ઇન્સ. અમદાવાદ ગ્રામ્ય એ.સી.બી. પો.સ્ટે.

 સુપરવિઝન ઓફીસરઃ –

શ્રી જી.વી.પઢેરીયા

ઈ.ચા. મદદનીશ નિયામક,

એ.સી.બી. અમદાવાદ  એકમ,



અમદાવાદમાં CGST ઈન્સ્પેક્ટર 1.50 લાખની લાંચ લેતા ઝડપાતા ચકચાર મચી છે.

વાંચો અહીં આગ્રાના બ્રહ્મકુમારી આશ્રમમાં બે સગી બહેનોએ કરી આત્મહત્યા