સિડનીમાં પીએમ મોદીને સેરેમોનીયલ ગાર્ડ ઓફ ઓનર

0
47

દ્વિપક્ષીય સંબંધો સહિત અનેક ક્ષેત્રે મજબુત ભાગીદારીની ચર્ચા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓસ્ટ્રેલીયાના પ્રવાસે છે અને ગઈકાલે ભારતીયોને સંબોધન કર્યું હતું . સિડનીમાં પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરતા સેરેમોનીયલ ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એડમિરલ્ટી હાઉસમાં વિઝિટર બુક પર હસ્તાક્ષર કર્યા હતા. પીએમ મોદીએ જણાવ્યું હતુકે બંને દેશો હિન્દ મહાસાગરથી એકબીજા સાથે જોડાયેલા છે અને વ્યાપારી સંબંધો મજબુત છે. બંને દેશોના પીએમ દ્વારા દ્વિપક્ષીય સંબંધો સહિત અનેક ક્ષેત્રે મજબુત ભાગીદારીની ચર્ચા થશે. અહી ઉલ્લેખનીય છેકે પીએમ મોદીનો વિદેશ પ્રવાસ જાપાનથી શરુ થયો હતો અને G-7 દેશો સહિત વિશ્વના 40 દેશોના અગ્રણીઓ સાથે મુલાકાત કરીને તેમનો ઓસ્ટ્રેલીયા પ્રવાસ ચાલુ છે.

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર. લાઇવ

સતત સમાચારની અપડેટ માટે અમારી વેબ સાઈટ જોતા રહો