કેન્દ્ર સરકારે મોટી કાર્યવાહી કરી
એપલ કંપનીને નોટિસ મોકલવામાં આવી
વિપક્ષી નેતાઓને ફોન હેકિંગ એલર્ટ મેસેજ મળ્યો હતો
વિપક્ષી નેતાઓના ફોન હેક થવાની ચેતવણી મળ્યા બાદ કેન્દ્ર સરકારે હવે મોટી કાર્યવાહી કરી છે. આ મામલે તપાસ શરૂ કરતા એપલ કંપનીને નોટિસ મોકલવામાં આવી છે.ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે આઈફોન બનાવતી કંપની એપલને આ મામલે નોટિસ મોકલી છે. આઈટી સેક્રેટરી એસ કૃષ્ણને કહ્યું કે ઈન્ડિયન કોમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ આ મામલાની તપાસ કરી રહી છે અને એપલને નોટિસ મોકલવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે 31 ઓક્ટોબરે ઘણા વિપક્ષી નેતાઓએ દાવો કર્યો હતો કે તેમને એપલ કંપની તરફથી ફોન હેકિંગ એલર્ટ મેસેજ મળ્યો હતો, જેનો સ્ક્રીનશોટ પણ તેમણે શેર કર્યો હતો. એલર્ટ મેસેજમાં કહેવામાં આવ્યું હતું કે સરકાર પ્રાયોજિત હુમલાખોરો તેનો ફોન હેક કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ પછી શિવસેના (ઉદ્ધવ જૂથ)ના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને આ મામલાની તપાસ કરવાની વિનંતી કરી હતી.
ફોન હેકિંગના એલર્ટ મેસેજ મેળવનારા સાંસદોમાં શશિ થરૂર, સીતારામ યેચુરી, પ્રિયંકા ચતુર્વેદી, મહુઆ મોઇત્રા સહિત અનેક નેતાઓના નામ સામેલ છે. આ આરોપો પછી તરત જ, ભાજપના નેતાઓએ ઉગ્ર જવાબ આપ્યો અને કહ્યું કે લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જ્યારે IT મંત્રી અશ્વિની વૈષ્ણવે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે આ એલર્ટ મેસેજ 150 દેશોમાં ગયો છે. એપલ કંપનીએ પણ એક નિવેદન બહાર પાડ્યું હતું.
વધુ સમાચાર માટે જોતા રહોવી.આર.લાઇવ
સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ
[/et_pb_text][/et_pb_column] [/et_pb_row] [/et_pb_section]