બાલાસોર દુર્ઘટના અંગે સેલેબ્રિટીઓ દ્વારા પણ ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કરવામાં આવ્યું છે. આ દુર્ઘટનામાં ૨૮૮ લોકોના મોત થઇ ચુક્યા છે ત્યારે 900થી વધુ લોકો ઘાયલ છે.
બાલાસોર દુર્ઘટના અંગે અભિનેતા સલમાન ખાતે ટ્વીટ કરીને કહ્યું છે કે , દુર્ઘટના વિશે સાંભળીને ખરેખર દુઃખ થયું, ભગવાન મૃતકોના આત્માને શાંતિ આપે, આ કમનસીબ અકસ્માતથી રક્ષણ આપે અને પરિવારજનોને અને ઘાયલોને શક્તિ આપે.
સોનુ સૂદે પણ બાલાસોર દુર્ઘટના અંગે ટ્વીટ કર્યું છે.
આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કરતા જુનિયર એનટીઆરે કહ્યું છે કે, દુ:ખદ ટ્રેન દુર્ઘટનાથી પ્રભાવિત પરિવારો અને તેમના પ્રિયજનો પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના. મારા વિચારો આ વિનાશક ઘટનાથી પ્રભાવિત દરેક વ્યક્તિ સાથે છે. આ મુશ્કેલ સમયમાં શક્તિ અને ટેકો તેમની આસપાસ રહે.
આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કરતા ક્રિકેટર વિરાટ કોહલીએ ટ્વીટ કર્યું છે. ટ્વીટ કરીને કોહલીએ ઓડિશામાં થયેલા દુ:ખદ ટ્રેન દુર્ઘટના વિશે સાંભળીને દુઃખ થયું. મારા વિચારો અને પ્રાર્થનાઓ એવા પરિવારો માટે છે જેમણે તેમના પ્રિયજનોને ગુમાવ્યા છે અને ઘાયલો ઝડપથી સાજા થાય તેવી કામના કરી છે.
ગૌતમ ગંભીરે ઓડિશામાં જાનહાનિથી તબાહીથી પીડિત પરિવારને ભગવાન શક્તિ આપે અને ઘાયલો જલ્દી સ્વસ્થ થાય તેવી કામના કરી છે.
આપને જણાવી દઈએ કે આ ઘટનાનું નિરીક્ષણ કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઘટના સાથળે પહોંચ્યા હતા. જે બાદ વડાપ્રધાને ઘાયલો સાથે હોસ્પિટલમાં મુલાકત કરી હતી. આ બાદ વડાપ્રધાન આ ઘટના અંગે ભાવુક થયા હતા અને વડાપ્રધાને કહ્યું કે આ કેસમાં પુરતી તપાસ કરવામાં આવશે. આ ઘટનામાં ઘાયલ થયેલા લોકોને સરકાર 50 હજારની સહાય કરશે. જયારે ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને બે લાખ રૂપિયાની સહાય પૂરી પાડવામાં આવશે. અને જેતે વિભાગને સહાય પૂરી પાડવા માટે પણ સૂચન અપાયા છે.
એનડીઆરએફની સાત ટીમો અને ઓડીઆરએફની પાંચ ટીમો રાહત અને બચાવ કામગીરીમાં લાગી હતી. હાલમાં ગંભીર રીતે ઘાયલ લોકોની સંખ્યા 50થી વધુ છે. મૃતકોની સંખ્યામાં હજુ વધારો થવાની શક્યતાઓ છે. આ રૂટની 43 ટ્રેનો રદ્દ કરવામાં આવી હતી જ્યારે 43 ટ્રેનોના રૂટ બદલવામાં અવાય હતા.
વીઆર લાઈવની વેબસાઈટ પર વધુ માહિતી મેળવવા માટે અહી ક્લિક કરો યુટ્યુબ પર માહિતી મેળવવા માટે અહિયાં ક્લિક કરો