સરકારી સ્પાઇન ઇન્સ્ટિટયૂટમા સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહભેર ઉજવણી

0
171
સરકારી સ્પાઇન ઇન્સ્ટિટયૂટમા સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહભેર ઉજવણી
સરકારી સ્પાઇન ઇન્સ્ટિટયૂટમા સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહભેર ઉજવણી

અમદાવાદ સિવિલ મેડિસિટીની સરકારી સ્પાઇન ઇન્સ્ટિટયૂટમા સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહભેર ઉજવણી

૭૭ મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં પેરા ઓલિમ્પિક મેડલ વિજેતા  ભાવિનાબેન પટેલે આન-બાન-શાન થી ધ્વજવંદન કરાવ્યું

હોસ્પિટલના ડાયરેક્ટર ડૉ પિયુષ મિત્તલની  પ્રેરક ઉપસ્થિતિમાં દેશભક્તિના સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા

સિવિલ હોસ્પિટલ મારી કર્મભૂમિ રહી છે,આજે સ્પાઇન ઇન્સ્ટિટયૂટમાં ઘ્વજવંદનનો અવસર મારી માટે ગૌરવપૂર્ણ ક્ષણ- ભાવિના પટેલ

પેરા ઓલિમ્પિક મેડલ વિજેતા ભાવિના પટેલે સ્પાઇન ઇન્સ્ટિટયૂટમા ધ્વજવંદન કર્યું

સિવિલ હોસ્પિટલ મારી કર્મભૂમિઃ ભાવિના પટેલ

ઘ્વજવંદનનો અવસર મારી માટે ગૌરવપૂર્ણ ક્ષણ: ભાવિના પટેલ

સરકારી સ્પાઇન ઇન્સ્ટિટયૂટમા સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી 77મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યભરમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે સિવિલ મેડિસિટીની સરકારી સ્પાઈન ઇન્સ્ટિટ્યૂટમાં સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પેરા ઓલિમ્પિક મેડલ વિજેતા ભાવિના પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને ધ્વજવંદન કર્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલ તેમની કર્મભૂમિ છે અને ધ્વજવંદનનો અવસર તેમના માટે એક ગૌરવપૂર્ણ ક્ષણ છે.. તેમણે જણાવ્યું હતું કે, દ્રઢ ઇચ્છાશક્તિ દિવ્યાંગજનને પણ પર્વતારોહણમાં સફળતા અપાવી શકે છે ઓલમ્પિકમાં મેડલ જીતાવી શકે છે. સિવિલ હોસ્પિટલ મારી કર્મભૂમિ રહી છે, સ્પાઇન ઇન્સ્ટિટયૂટમાં ઘ્વજવંદનનો અવસર મારી માટે ગૌરવપૂર્ણ ક્ષણ છે. હોસ્પિટલના ડાયરેક્ટર ડૉ પિયુષ મિત્તલની  પ્રેરક ઉપસ્થિતિમાં દેશભક્તિના સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા સરકારી સ્પાઇન ઇન્સ્ટિટયૂટમા સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહભેર ઉજવણીમાં હોસ્પિટલના ડાયરેક્ટર ડો. પિયુષ મિત્તલ ઉપસ્થિત રહ્યાં હતા. તેમની ઉપસ્થિતિમાં દેશભક્તિના સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. પ્રાસંગિક ઉદ્બોધન કરતી વખતે ડો. પિયુષ મિત્તલે જણાવ્યું હતું કે, ભાવિનાબહેનનો સંધર્ષ અને ઉપલબ્ધિ અનેક દિવ્યાંગજનો માટે પ્રેરણારૂપ છે.

વાંચો અહીં ડીસામાં 15મી ઓગસ્ટની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી