અમદાવાદમાં 80 લાખ લોકો પર સીસીટીવી કેમેરાની નજર રહેશે

    0
    154

    અમદાવાદ શહેરમાં 200 સ્થળ પર સ્માર્ટ કેમેરા ફીટ કરવામાં આવશે, જેની મદદથી શહેરની 80 લાખથી વધુ વસ્તી કેમેરામાં સ્કેન કરવામાં આવશે. આ કેમેરા જાતે જ શંકાસ્પદ વ્યક્તિ કે અગાઉથી જ અપલોડ કરાયેલા ડેટા આધારે આરોપીઓને ઓળખી કાઢશે. એટલું જ નહીં પોલીસ પણ શંકાસ્પદ વ્યક્તિનો ફોટો અપલોડ કરી જે તે વ્યક્તિની છેલ્લા દસ દિવસની હિલચાલથી માંડીને જે તે દિવસે જો કેમેરાની નજરમાં આવ્યો હશે તો તે છેલ્લા લોકેશન સુધીની વિગતો ગણતરીની સેકન્ડમાં જ મેળવી શકશે. આ પ્રોજેક્ટનું નામ છે ‘બ્રહ્માસ્ત્ર’. જેનો પાઈલટ પ્રોજેક્ટ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા શરૂ કરી દેવાયો છે. બ્રહ્માસ્ત્ર  સોફટવેરની મદદથી 200 સ્માર્ટ કેમેરા 360 ડિગ્રી એંગલથી લાખો વ્યક્તિઓને સ્કેન કરીને ગણતરીની સેકન્ડ્સમાં જ જે તે વ્યક્તિને શોધી આપશે. શરત એટલી જ કે બસ તે વ્યક્તિ કેમેરા સામેથી છેલ્લા દસેક દિવસમાં પસાર થઈ હોવી જોઇએ. આ સ્માર્ટ કેમેરા રોજ રસ્તા પરથી પસાર થતા લાખો લોકોને સ્કેન કર્યા કરશે. હાલ અમદાવાદમાં લાગેલા સીસીટીવી કેમેરા ટ્રાફિક નિયમન માટેના છે.