CBIએ ફિલ્મનું પ્રમાણપત્ર આપવાના બદલામાં લાંચ લેવા બદલ સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) વિરુદ્ધ કેસ નોંધ્યો છે. તમિલ એક્ટર વિશાલ CBFC પર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા હતા, ત્યાર બાદ બોર્ડના ચેરમેન અશોક પંડિતે આ મામલે CBI તપાસની માંગ કરી હતી. વિશાલે સપ્ટેમ્બર 2023 માં ફિલ્મના સર્ટિફિકેટ માટે તેમની પાસેથી 7 લાખ રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી. હવે સીબીઆઈએ આ મામલે સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન સામે કેસ નોધી તપાસ હાથ ધરી છે. એક્ટર વિશાલે કહ્યું હતું કે, તેણે ફિલ્મ માટેના સર્ટિફિકેટના બદલામાં બોર્ડને (CBFC) 6.5 લાખ રૂપિયા આપ્યા હતા. લાંચ આપ્યા બાદ જ તેને ફિલ્મ સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું.

આ મામલે સીબીઆઈએ કેસ નોંધ્યો હતો અને મુંબઈ સહિત અનેક જગ્યાએ દરોડા પાડ્યા હતા અને ઘણા ડિજિટલ પુરાવાઓ કબજે કર્યા હતા. સીબીઆઈએ 4 લોકો વિરુદ્ધ કેસ નોંધ્યો છે, જેમાં 3 ખાનગી વ્યક્તિઓ અને સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશનના અજાણ્યા અધિકારીઓનો સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે ‘માર્ક એન્ટોની’ ફિલ્મ એક્ટર વિશાલનો એક ચોંકાવનારો ખુલાસો કરતો વિડીયો સોશિયલ મીડિયા પર કર્યો હતો. તેણે CBFC (સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશન) મુંબઈના અધિકારીઓ પર લાંચ લેવાનો આરોપ મૂક્યો હતો.

સાઉથ એક્ટર વિશાલે CBFC પર લગાવેલા આરોપ અને વાયરલ થયેલા વિડીયોને જોવા – અહી ક્લિક કરો –
અભિનેતા વિશાલે પોતાની પોસ્ટમાં વડાપ્રધાન મોદી અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેને પણ પોસ્ટમાં ટેગ કર્યા હતા. તમિલ અભિનેતાના આરોપોના એક દિવસ પછી સેન્સર બોર્ડે આ બાબતે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે, ઓનલાઈન સર્ટિફિકેશન સિસ્ટમ અસ્તિત્વમાં હોવા છતાં અને ફિલ્મો માટે “નવી સિસ્ટમ સુધારવા માટે નિયમિત અપડેટ્સ” હોવા છતાં ફિલ્મ નિર્માતાઓ અને અરજદારોને તે મળી રહ્યાં નથી. મધ્યસ્થીઓ અથવા એજન્ટો દ્વારા પ્રમાણપત્ર લેવાની પ્રક્રિયા કરવામાં આવે છે. જેના કારણે પ્રમાણપત્ર પ્રક્રિયામાં તૃતીય પક્ષની સંડોવણીને દૂર કરવાનો ઉદ્દેશ સફળ થતો નથી. આ પછી, સૂત્રોને ટાંકીને સમાચાર આવ્યા કે સીબીઆઈ ફિલ્મ સર્ટિફિકેશન બોડી એટલે કે સેન્સર બોર્ડમાં કથિત ભ્રષ્ટાચારની તપાસ શરૂ કરશે. હવે સીબીઆઈએ આ મામલે કેસ નોંધ્યો છે.
દેશ, દુનિયા અને મનોરંજનને લગતા વધુ સમાચાર માટે – ક્લિક કરો અહી –
એક્ટરના આરોપ પર ‘સેન્સર બોર્ડ’ નો જવાબ : “ભ્રષ્ટાચાર પ્રત્યે ઝીરો ટોલરન્સ”
શિખર ધવને પત્ની આયેશાથી છૂટાછેડા લીધા, કોર્ટે સ્વીકાર્યું – પત્નીએ આચર્યું એ માનસિક ક્રૂરતા
અમિતાભની દોહિત્રી નવ્યા નંદાનું પેરિસ ફેશન વીક 2023થી મોડેલિંગની દુનિયામાં ડેબ્યુ
ગેમિંગ એપ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા રણબીર કપૂરને સમન્સ
‘રઈસ’ અભિનેત્રી માહિરા ખાને બતાવી તેના સપનાના લગ્નની ઝલક : મલકાતી પહોંચી મંડપમાં
“ન્યાયની અપેક્ષા રાખો, બદલો લેવાની નહીં”: સુપ્રીમ કોર્ટ નો EDને કડક ઠપકો