પશ્રિમ બંગાળમાં સીબીઆઈની કાર્યવાહી
મંત્રી ફિરહાદ હકીમના ઘરે સીબીઆઈનો દરોડા
ભરતી કૌભાંડના કેસમાં સર્ચ ઓપરેશન
પશ્રિમ બંગાળમાં મંત્રી ફિરહાદ હકીમના ઘરે સીબીઆઈનો દરોડા સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) એ પશ્ચિમ બંગાળના મંત્રી ફિરહાદ હકીમના ઘર પર દરોડા પાડ્યા છે. રાજ્યમાં નાગરિક સંસ્થાની ભરતીમાં કથિત ગેરરીતિઓના સંદર્ભમાં આ સર્ચ કરવામાં આવી રહ્યું છે. પશ્ચિમ બંગાળમાં સીબીઆઈ અને ઈડી સતત મમતા બેનર્જીની મુસીબતો વધારી રહી છે. શિક્ષક ભરતી કૌભાંડમાં મમતા બેનર્જીના શિક્ષણ મંત્રી પાર્થ ચેટર્જી અને તેમના ઘણા નજીકના નેતાઓને જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. દરમિયાન નગરપાલિકાઓમાં કરોડો રૂપિયાની ભરતીના કેસમાં સીબીઆઈએ હવે તપાસ તેજ કરી છે. દરમિયાન, રવિવારે પશ્ચિમ બંગાળના મંત્રી અને કોલકાતાના મેયર ફિરહાદ હકીમના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા. આ જ તપાસના સંબંધમાં સીબીઆઈ અધિકારીઓની અન્ય એક ટીમ તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય મદન મિત્રાના ઘરે પહોંચી હતી. તેમના રહેઠાણોની બહારના ભાગને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોએ સંપૂર્ણ રીતે ઘેરી લીધો છે. બંને નેતાઓ મમતા બેનર્જીની ખૂબ નજીક છે.
મદન મિત્રા અને પશ્રિમ બંગાળમાં મંત્રીફિરહાદ હકીમની બહાર સેન્ટ્રલ રિઝર્વ ફોર્સ તૈનાત છે. કોઈને ઘરમાં પ્રવેશવા કે બહાર આવવાની પરવાનગી નથી. દક્ષિણ કોલકાતાના ચેતલા ખાતે હકીમના આવાસ પર સેન્ટ્રલ ફોર્સના જવાનોએ મંત્રીના અંગત અંગરક્ષકો અને વકીલોને પણ નિવાસસ્થાનમાં પ્રવેશવા દીધા ન હતા. મંત્રી ફિરહાદ હકીમની પુત્રી પ્રિયદર્શિની હકીમને પણ શરૂઆતમાં ઘરમાં પ્રવેશતા અટકાવવામાં આવ્યા હતા, પરંતુ બાદમાં તેમને મંજૂરી આપવામાં આવી હતી. હકીમ અને તૃણમૂલ કોંગ્રેસના સ્થાનિક સમર્થકોએ દરોડા અને સર્ચ ઓપરેશનનો વિરોધ શરૂ કર્યો છે
વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ
સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ