ચિલીમાં H5N1 બર્ડ ફ્લૂનાં મામલાઓ
ચિલીમાં માણસમાં બર્ડ ફ્લૂનો પહેલો કેસ મળ્યાં બાદ હડકંપ મચી ગયો છે. કેસ મળ્યાં બાદ ચિલી સરકાર એલર્ટ થઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર બુધવારે પહેલીવખત દેશમાં કોઈ માણસ બર્ડ ફ્લૂથી સંક્રમિત મળી આવ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે અહીં 53 વર્ષીય એક વ્યક્તિમાં બર્ડ ફ્લૂની પુષ્ટિ કરવામાં આવી છે. આ વ્યક્તિમાં ઈન્ફ્લુએન્ઝાનાં લક્ષણો મળી આવ્યાં છે પરંતુ દર્દી સ્થિર સ્થિતિમાં છે.ચિલીની સરકાર બર્ડ ફ્લૂનાં સ્ત્રોતની સાથે-સાથે દર્દીનાં સંપર્કમાં આવેલા લોકોને તપાસી રહી છે. ચિલીમાં જંગલી પ્રાણીઓમાં ગતવર્ષનાં અંતથી H5N1 બર્ડ ફ્લૂનાં મામલા સામે આવી રહ્યાં છે. પરંતુ માણસોમાં તેમનો પહેલો કેસ મળી આવ્યો છે.