cancer cases : કેન્સરના કેસોમાં એશિયામાં ચીન પછી ભારતનો નંબર

0
258

cancer cases : કેન્સર એક એવો રોગ છે, જેનું નામ સાંભળતા જ લોકો કાંપી જાય છે. તે તેનો પંજો કેટલી ઝડપથી ફેલાવે છે તે આ હકીકત પરથી સમજી શકાય છે કે ભારતમાં કેન્સરથી પીડિત 9 લાખ લોકો માત્ર એક વર્ષમાં જ મૃત્યુ પામ્યા હતા. લેન્સેટના રિપોર્ટ અનુસાર, આ આંકડો વર્ષ 2019નો છે. અભ્યાસમાં જણાવાયું છે કે ભારતમાં 2019માં કેન્સરના 12 લાખ નવા કેસ નોંધાયા હતા, જ્યારે કેન્સરને કારણે 9.3 લાખ લોકોના મોત થયા હતા.

cancer cases

cancer cases : ધ લેન્સેટ રિજનલ હેલ્થ સાઉથઈસ્ટ એશિયા’ જર્નલમાં પ્રકાશિત થયેલા તાજેતરના અભ્યાસમાં આ વાત સામે આવી છે. સંશોધકોએ તારવ્યું છે કે કેન્સરના વધતા કેસ અને તેના કારણે થતા મૃત્યુના મામલામાં એશિયામાં ચીન સૌથી આગળ છે. કેન્સર માટે જવાબદાર 34 પરિબળોમાં ધૂમ્રપાન, આલ્કોહોલ અને પ્રદૂષકો મુખ્ય પરિબળો હોવાનું જણાઈ આવ્યું છે. અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે, એશિયામાં વધતા વાયુ પ્રદૂષણને કારણે કેન્સરની ઘટનાઓ ચિંતાજનક છે. સંશોધકોના જણાવ્યા અનુસાર, ભારત, બાંગ્લાદેશ અને નેપાળ જેવા દક્ષિણ એશિયાના દેશોમાં ખૈની, ગુટખા, પાન મસાલાના રૂપમાં તમાકુનું સેવન ચિંતાનો વિષય છે.

cancer cases

cancer cases : વિશ્વભરમાં થયેલા કુલ મૃત્યુમાંથી ભારતના 32.9 ટકા લોકોનો સમાવેશ

cancer cases : 2019માં વિશ્વભરમાં થયેલા કુલ મૃત્યુમાંથી ભારતમાં 32.9 ટકા લોકોનો સમાવેશ થાય છે. ભારતમાં કેન્સરના કેસોની વાત કરીએ તો  હોઠ અને મોઢાના કેન્સરના નવા કેસોમાં 28.1 ટકા હિસ્સો નોંધાયો હતો. તેમણે કહ્યું હતું કે મોઢાના કેન્સરના 50 ટકાથી વધુ કેસ તમાકુના સેવન સાથે સંબંધિત છે. ભારતમાં તાજેતરના સમયમાં તેનો ટ્રેન્ડ વધ્યો છે.

cancer cases

cancer cases : સામ્યવાદી દેશ ચીનમાં કેન્સરના સૌથી વધુ 48 લાખ નવા કેસ નોંધાયા છે જ્યારે 27 લાખ લોકો મૃત્યુ પામ્યા છે. જાપાનમાં કેન્સરના લગભગ નવ લાખ નવા કેસ નોંધાયા છે અને 4.4 લાખ લોકોના મોત થયા છે. સંશોધકોના જણાવ્યા મુજબ, 2019માં એશિયામાં કેન્સર જાહેર આરોગ્ય માટે નોંધપાત્ર જોખમ બની ગયેલું હતું . જેમાં  94 લાખ નવા કેસ નોંધાયા હતા અને 56 લાખ લોકો મૃત્યુ પામ્યા હતા. સંશોધકોની આંતરરાષ્ટ્રીય ટીમમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી કુરુક્ષેત્ર અને ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ જોધપુર અને ભટિંડાના સંશોધકો પણ સામેલ હતા.

cancer cases

cancer cases  : તેઓએ તેમના અભ્યાસમાં જણાવ્યુ છે કે, ‘અમે 1990 થી 2019 વચ્ચે એશિયાના 49 દેશોમાં 29 પ્રકારના કેન્સરના ટેમ્પોરલ પેટર્નની તપાસ કરી હતી. સંશોધકોના જણાવ્યા અનુસાર, એશિયામાં કેન્સર સૌથી વધુ સામાન્ય રીતે શ્વાસનળી, બ્રોન્કસ અને ફેફસાં (TBL) માં જોવા મળ્યું હતું.  તેના અંદાજિત 13 લાખ કેસ નોંધાયા હતા જેમાંથી 12 લાખ લોકો મૃત્યુ પામ્યા હતા. આ અંગોના કેન્સરના મોટાભાગના કેસો પુરુષોમાં જોવા મળ્યા હતા જ્યારે સ્ત્રીઓમાં ખાસ કરીને ગર્ભાશયના કેન્સરની ઘટનાઓ ભારતમાં બીજા નંબરે અને ઘણા એશિયન દેશોમાં ટોચમાં જોવા મળી હતી.

તમે આ પણ વાંચી શકો છો

Family Doctor 1374 | એન્ટીબાયોટિક દવાઓ | VR LIVE