સૌથી ખરાબ માનવતાવાદી કટોકટી, રાતોરાત છોડવા પડ્યા દેશ

2
198
the body of 2-year-old Syrian refugee Alan Kurdi
the body of 2-year-old Syrian refugee Alan Kurdi

કેનેડા અને ભારત વચ્ચેના રાજદ્વારી સંબંધોમાં ખટાશ આવી છે, તેની સીધી અસર કેનેડામાં રેહતા ઇન્ડો-કેનેડીયન હિંદુ અને ત્યાં અભ્યાસ કરવા ગયેલા વિદ્યાર્થીઓ પર પડી રહી છે. ઉજવળ ભવિષ્યની શોધમાં જયારે લોકો અન્ય દેશમાં સ્થાયી થાય છે, ત્યારે બે દેશોની વચ્ચેની રાજનીતિ કે કલેશના કારણે જયારે અચાનક દેશ નિકાલ કરવું પડે ત્યારે રાતોરાત વર્ષોથી વસાવેલું ઘર-સંપતિ, બિઝનેસ, લાખો પૈસા ખર્ચીને અભ્યાસ માટે ગયા હોય તેવા લોકોની મનોદશા, વેદના વિચારીને જ મન કંપી જાય છે, ત્યારે આવો જોઈએ ભૂતકાળમાં આચાનક દેશ નિકાલ કે કટોકટીની પરિસ્થિતિમાં દેશ છોડવા પડ્યા હોય તેવી ઘટનાઓ –   

    1. અફઘાનિસ્તાન ક્રાઈસીસ :

    અફઘાનિસ્તાન 1978 થી સંઘર્ષમાં ફસાયેલું છે, અફઘાનિસ્તાનની ઘણી પેઢીઓ સંઘર્ષ અને રાજકીય અસ્થિરતા વિનાના જીવનને ક્યારેય જાણતા નથી.ઓસામા બિન લાદેન હોય કે અન્ય આતંકવાદી સંગઠન અફઘાનિસ્તાનએ આતંકવાદીઓ માટે સ્વર્ગથી ઓછુ નથી. ઓસામા બિન લાદેનને મોતને ઘાટ ઉતર્યા બાદ અફઘાનિસ્તાનને ફરી બેઠું કરવામાં માટે દુનિયાના તમામ દેશોએ મદદ કરી અને તેને ફરી પોતાના પગ પર ઉભું કર્યું, પરંતુ વર્ષ ૨૦૨૧માં અમેરિકાએ પોતાના સૈનિકોને પરત બોલાવયના બે અઠવાડિયા બાદ તાલિબાને કંદહાર અને હેરાત સહિત અનેક શહેરી વિસ્તારો પર સીધા હુમલા કર્યાં. તાલિબાન લડવૈયાઓએ રાજધાનીમાં પ્રવેશ કર્યો અને અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગની દેશ છોડીને ભાગી ગયા અને અફઘાન સરકાર પડી ભાંગી. તાલિબાને જાહેરાત કરી કે તેઓ રાષ્ટ્રપતિ મહેલ પર કબજો કર્યો છે અને તેઓ અફઘાનિસ્તાનમાં પોતાની સરકાર ચલાવશે. આ બઘી ઘટનાથી લોકોમાં ડરનો માહોલ છવાય ગયો અને ત્યાં વસતા લોકોમાં હડકંપ મચી ગયો, લોકો અમેરિકાના બેસ કેમ્પ અને એરપોર્ટ પર દેશ છોડવા માટે બેબેકડા થઈને દેશ છોડીને ભાગવા લાગ્યા. જે લોકો દેશ છોડી ના શક્યા તેઓ પોતાના નાના બાળકોને પણ અમેરિકી સૈનિકના હવાલે કરતા જોવા મળ્યા.

2. સીરિયા :

refugee boy 1

વર્ષ ૨૦૧૧માં જે શાંતિપૂર્ણ વિરોધીની શરૂઆત થઇ તે સીરિયામાં હવે એક દાયકાથી વધુની કટોકટી બની ગઈ છે,  તેમજ વિશ્વની સૌથી મોટી શરણાર્થી કટોકટીમાંની એક માનવામાં આવે છે  લાખો સીરિયન નાગરીકો અન્ય દેશમાં વિસ્થાપિત થયા મજબૂર બન્યા. અફઘાનિસ્તાનની જેમ સીરિયાએ મોટાભાગનો સમય સંઘર્ષ અને રાજકીય અસુરક્ષામાં વિતાવ્યો છે.  વર્ષોથી અન્ય રાષ્ટ્રો જૂથોની સંડોવણી, ગૃહ યુદ્ધ, વફાદારોને ધ્યાનમાં લીધા વિના લેવાયેલા નિર્ણયો, આટલી બધી હિંસાના મુખ્ય કારણો છે જેની કિંમત આખરે નાગરિકોએ ચૂકવી.

લેબનોન, તુર્કી, તેમજ ઈરાક જેવા દેશોએ સીરીયન શરણાર્થીઓ માટે પોતાની બોર્ડર ખુલ્લી મૂકી. સીરિયાની અંદર અને બહાર, મહિલાઓ અને બાળકોને ટેકો આપવા પર ખૂબ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. સીરિયાની આ કટોકટીમાં એક તસ્વીર જેને સમગ્ર દુનિયામાં હડકંપ મચાવ્યો હતો અને આ એક તસવીરના કારણે અનેક દેશોએ પોતાની બોર્ડર શરણાર્થીઓ માટે પોતાના દેશની બોર્ડર ખુલ્લી મૂકવા મજબૂર કરી દીધા હતા. આ તસ્વીરમાં એક કુર્દ શરણાર્થી પરિવારનું બાળક પાણીમાં  ડૂબીને મૃત પામ્યું હતું અને દરિયા કિનારે તેની લાશ આવીને પડી હતી.       

૩. યુક્રેન :

ukrein

વર્ષ ૨૦૧૪માં રશિયા દ્વારા ક્રિમીઆના જોડાણ બાદ પૂર્વ યુક્રેનમાં સશસ્ત્ર સંઘર્ષ ફાટી નીકળ્યો. રશિયા અને યુક્રેન વચ્ચે વર્ષોથી સાયબર વોર, રાજકીય તણાવ જેવી સ્થિતિ છે ત્યારે હાલના સમયમાં રશિયાએ યુક્રેન પર સમગ્ર દુનિયાના દેશોની અવગરણા કરીને આક્રમણ કર્યું છે અને ત્રીજા વિશ્વ યુદ્ધ જેવી સ્થિતિ ઉભી કરી છે.

રશિયાએ યુક્રેન પર કરેલા અચાનક હુમલાથી ત્યાના નાગરિકો અને અન્ય દેશોના નાગરિકોને યુક્રેનમાંથી સહીસલામત બહાર નીકળવા માટે મોટા પાયે ઝુંબેશ ચલવવામાં આવી હતી. ભારતના અનેક વિદ્યાર્થીઓ ત્યાં ફસાયા હતા અને ભારતીય સરકારે ખાસ વિમાન મોકલીને યુક્રેનમાંથી ભારતીય વિધાર્થીઓને એરલીફ્ટ કર્યાં હતા. રશિયા પોતાની મનમાની કરતુ હોવાથી દુનિયાના અનેક દેશોએ તેના પર આર્થિક અને અન્ય પ્રતિબંધો મુક્યા છે, તેમ છતાં રશિયા યુક્રેન પરના પોતાના અતિક્રમણને અટકાવતું નથી. આ બધી પરિસ્થિતિનો ભોગ તો આખરે સામાન્ય નાગરિક અને તે દેશની સુરક્ષા પર વિશ્વાસ મુકીને આવેલા અન્ય લોકોને બનવું પડે છે.

       4. ડેમોક્રેટીક રિપબ્લિક ઓફ કોન્ગો :

વર્ષ 2022થી શરુ થયેલી હિંસાથી કોંગોમાં ચાલી રહેલી કટોકટીમાં વધોરો અક્ર્યો છે. ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો દાયકાઓથી માનવતાવાદી કટોકટીનો સામનો કરી રહ્યું છે. કોન્ગો 19મી સદીમાં બેલ્જિયન શાસન હેઠળ હતું, 1960 માં સ્વતંત્રતા મળી પણ તે નિષ્ફળ રહી. સત્તાવાર રીતે સ્વતંત્ર જાહેર કરાયલા દેશમાં હજી પણ હિંસા દૂર થઈ નથી. જમીન, કુદરતી સંસાધનો અને વંશીય વિવાદો દ્વારા સશસ્ત્ર સંઘર્ષ ફાટી નીકળ્યો છે. કોંગોના લોકો શાંતિની શોધમાં અન્ય દેશોમાં સ્થળાંતર કરવા મજબૂર બન્યા છે.

        5. યુગાન્ડા :

5 ઓગસ્ટ 1972 એ દિવસ જયારે નરભક્ષી ગણાતા તાનાશાહી ઈદી અમીને એશિયન લોકોને દેશ છોડવા માટે માત્ર 90 દિવસનો સમય આપ્યો. એક પત્રકાર પરિષદમાં અમીને બ્રિટીશ સરકારને યુગાન્ડાના સથાનિક નાગરિકોને કારોબાર – નોકારીમાં વધુ તક આપવાની વાત કરી, તેઓ બ્રિટિશ સંસ્થાનવાદી નીતિઓ હેઠળ વેપાર પર પ્રભુત્વ મેળવવા માંગતા હતા. અને તે સમયે, પૂર્વ આફ્રિકામાં દક્ષિણ એશિયનો ફક્ત “એશિયન” તરીકે ઓળખાતા એશિયનને દેશ છોડીને રવાના થવાનું 90 દિવસનું અલ્ટીમેટમ આપી દીધું. હકાલપટ્ટી સમયે, યુગાન્ડામાં ભારતીય વંશના લગભગ 80,000 જેટલા લોકો સ્થયી હતા. ઈદી અમીને ભારતીયો પર વિશ્વાસઘાતી, બિન-એકીકરણ અને વ્યાપારી ગેરરીતિઓ જેવા ગંભીર આરોપ મૂક્યા હતા. જેમની હકાલપટ્ટી કરવામાં આવી તેઓ યુનાઈટેડ કિંગડમના નાગરિકતા ધરાવતા હતા. હકાલપટ્ટી બાદ કેટલાક લોકો બ્રિટેન, ભારત, પાકિસ્તાન, કેન્યા, કેનેડા જેવા દેશોમાં સ્થળાંતરિત થયા. હકાલપટ્ટીથી યુગાન્ડાની અર્થવ્યવસ્થા અને આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠાને નુકશાન થયું હતું, વિશ્વ નેતાઓએ આ હકાલપટ્ટીની નિંદા કરી હતી. યુકે અને ભારતે રાજદ્વારી સંબંધો કાપી નાખ્યા હતા. મૂળ યુગાન્ડાના લોકો પાસે તેમના નવા હસ્તગત વ્યવસાયોને ચલાવવા માટે જરૂરી કુશળતાનો અભાવ હતો. કેટલાક ભારતીય યુગાન્ડાના લોકો 1990 દરમિયાન પાછા ફર્યા, અને અર્થતંત્રને પુનઃપ્રાપ્ત કરવામાં મદદ કરી. કેહવામાં આવે છે કે ઈદી અમીનએ નરભક્ષી હતો, તે પોતાના દુશ્મનને ક્રૂર રીતે મારીને તેની લાશનું માસ પકવતો અને ખાઈ જતો.

જ્યારે કોઈ પણ કટોકટી આવે, ત્યારે તાત્કાલિક અને પ્રાથમિક જરૂરિયાતો માટે સામાન્ય નાગરિકોને જ ભોગ બનવું પડતું હોય છે. દેશ નિકાલ, ગૃહ યુદ્ધ, અન્ય દેશના અતિક્રમણ જેવી પરિસ્થિતિઓમાં  જીવનને પુનઃનિર્માણ કરવા, ભવિષ્યની કટોકટીનો સામનો કરવા લોકો મજબુત મનોબળ ધરાવે તે ખુબ જરૂરી છે. કેમ કે આખરે તો સામાન્ય લોકોને જ ભોગવવાનું આવે છે.  

દેશ–દુનિયાના વધુ સમાચાર વાચવા માટે ક્લિક કરો અહી –

સાઉથ ફિલ્મોના ચાહક છો તો થઇ જાવ તૈયાર, આવી રહી છે આ ફિલ્મો..

બીગ બીસ સિઝન-17ની ધમાકેદાર જાહેરાત, સલમાન ફરી કરશે હોસ્ટ

ગણેશ મહોત્સવ -લાલબાગચા રાજાના દરબારમાં જવાન

ઘરેલું ઉપચારથી પીળા દાંતથી કેવી રીતે મેળવશો છુટકારો

અંબાજીમાં તંત્ર સજ્જ , ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા આયોજન

નવા સંસદ ભવન અંગે સંજય રાઉતનો પીએમ પર કટાક્ષ

પાકિસ્તાનમાં મોટી દુર્ઘટના સર્જાઈ,માલગાડી સાથે થઈ પેસેન્જર ટ્રેનની ટક્કર

2 COMMENTS

Comments are closed.