Canada visa :  સૌથી વધુ ભારતીયોના વિસા રદ્દ કરી રહ્યું છે કેનેડા, આંકડો જોઇને ચોંકી જશો    

0
387
Canada visa
Canada visa

Canada visa :  ભારતના વિધાર્થીઓનો સૌથી પસંદગીનો દેશ હોય તો તે કેનેડા છે, કેનેડામાં સૌથી વધુ ભારતીય વિધાર્થીઓ અભ્યાસ માટે છે. જોકે એક અહેવાલ સામે આવ્યા છે તે ચોંકાવનારા છે. કેનેડા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની 50 ટકાથી વધુ વિઝા અરજીઓને ફગાવી રહ્યું છે. તેમાં પણ મોટાભાગના ભારતીય વિદ્યાર્થીઓની વિઝા અરજીઓ નકારી કાઢવામાં આવી રહી છે. કેનેડિયન મીડિયાએ તાજેતરમાં એક વિશ્લેષણ બહાર પાડ્યું હતું, જે મુજબ ભારતીય વિદ્યાર્થીઓની 40 ટકા જેટલી વિઝા અરજીઓ કેનેડિયન ઇમિગ્રેશનના સત્તાધીશોએ કોઈપણ કારણ વગર નકારી કાઢી હતી.

Canada visa

Canada visa :  નોંધનીય છે કે, આ એવા વિદ્યાર્થીઓ છે જેમને વિચારણા હેઠળ શૈક્ષણિક સંસ્થામાં પ્રવેશ પણ મળી ગયો હતો પરંતુ વિઝા રિજેક્ટ થવાને કારણે હવે કેનેડાની સેંકડો શૈક્ષણિક સંસ્થાઓ હજારો આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓથી વંચિત રહી જશે.   સરકારી યુનિવર્સિટીઓની તુલનામાં સરકારી કોલેજો અને ખાનગી કોલેજોમાં પ્રવેશ માટેની વિઝા અરજીઓ સૌથી વધુ ફગાવાઇ હતી.

Canada visa :  ઑન્ટારિયોમાં મોટાભાગના આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ

Canada visa

 1 જાન્યુઆરી 2022થી 30 એપ્રિલ, 2023 વચ્ચે ઇમિગ્રેશન વિભાગે અભ્યાસ માટે અરજી કરનારા 8,66,206 અરજદારોમાંથી માત્ર 54.3 ટકા એટલે કે 4,70,427 અરજદારોને મંજૂરી આપી હતી. ઓન્ટારિયોમાં સૌથી વધુ સંખ્યામાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા આવે છે. અહીં 1335 શૈક્ષણિક સંસ્થાઓને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે અભ્યાસ માટે અધિકૃત કરવામાં આવી છે, પરંતુ અબજો ડોલરની ઇન્ડસ્ટ્રી બની ગયેલી આ સમગ્ર સેકન્ડરી શિક્ષણ પ્રણાલીની એ કારણે ટીકા થઈ રહી છે કે તે અહીં કાયમી સ્થાયી થવાના સ્વપ્ન સાથે અભ્યાસ કરવા આવતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓનું શોષણ કરી રહી છે.

Canada visa :  વિઝા રદ થવા માટે કોઈ નક્કર કારણ ન જણાવાયા

Canada visa

અહેવાલ મુજબ ભારતમાંથી લગભગ 40 ટકા વિદ્યાર્થીઓ એવા હતા જેમની વિઝા અરજીઓ ‘અન્ય’ અથવા ‘અનિશ્ચિત’ કારણોસર નકારી કાઢવામાં આવી હતી. કેનેડા સ્થિત એક બિન-લાભકારી મીડિયા સંસ્થા ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમ ફાઉન્ડેશને આ વાતનો ખુલાસો કર્યો છે. રિપોર્ટ અનુસાર કેનેડામાં સૌથી વધુ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ ભારતમાંથી આવે છે. ડિસેમ્બર સુધીમાં ભારતના લગભગ 3,20,000 વિદ્યાર્થીઓ સ્ટુડન્ટ્સ વિઝા પર કેનેડા પહોંચ્યા હતા.

Canada visa :  ભારતીયોની સૌથી વધુ વિઝા અરજીઓ નકારાઈ

કેનેડાના ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમ ફાઉન્ડેશન અનુસાર અત્યાર સુધીમાં ભારતીયોની કુલ 8,45,810 સ્ટુડન્ટ વિઝા રિજેક્ટ કરવામાં આવ્યા છે. તેમાંથી 3,36,251 વિઝા અરજીમાં તો રિજેક્ટ કરવાનું કારણ પણ જણાવામાં આવ્યું નહોતું. તેની તુલનાએ ચીનની અત્યાર સુધીમાં કુલ 1,45,896 સ્ટુડન્ટ વિઝા અરજીઓ નકારાઈ હતી. તેમાંથી માત્ર 4893 અરજીઓ જ કોઈ કારણ વગર નામંજૂર થઈ હતી.

તમે આ પણ વાંચી શકો છો

Amitabh Bachchan On Maldives   :  માલદીવ વિવાદમાં અમિતાભ બચ્ચન પણ કૂદયા , કહી દીધી જોરદાર વાત