કેનેડા- અમેરિકાના સુપરમાર્કેટમાં ભારતના ચોખા લેવા પડાપડી

0
130
કેનેડા- અમેરિકાના સુપરમાર્કેટમાં ભારતના ચોખા લેવા પડાપડી
કેનેડા- અમેરિકાના સુપરમાર્કેટમાં ભારતના ચોખા લેવા પડાપડી

અમેરિકા અને કેનેડામાં ભારતીય ચોખા લેવા માટે સુપર માર્કેટમાં પડાપડી જોવા મળી . અ બંને દેશોમાં ભારતીય સમુદાય ખાસ કરીને ગુજરાતીઓની સંખ્યા મોટા પ્રમાણમાં ચોખાનો ઉપયોગ કરે છે . પરંતુ છેલ્લા બે દિવસથી આ બંને દેશોમાં ચોખા લેવા માટે રીતસરની લાંબી લાઈનો લાગી રહી છે . અનેક ભારતીયોને જેવા સમાચાર મળ્યા કે ભારતે ચોખાની નિકાસ પર પ્રતિબંધ મુક્યો છે ત્યારે કેનેડા અને અમેરિકામાં વસતા ભારતીયોએ સુપર માર્કેટમાં ચોખા લેવા માટે દોટ મૂકી હતી. ભારતે ચોખાના નિકાસ પર પ્રતિબંધ મુક્યો છે તેના પચાલનું મુખ્ય કારણ દેશમાં આગામી મહિનાઓમાં તહેવારો આવી રહ્યા છે અને ઘરેલું માંગને પહોંચી વળવા માટે ભારત સરકારે ચોખાની નિકાસ પર પ્રતિબંધ મુક્યો છે. ભારતમાં ચોખાના વધતા ભાવોને અંકુશમાં લઇ શકાય તે માટે બાસમતી ચોખા પર નિકાસનો પ્રતિબંધ મુકાયા બાદ આ બંને દેશોમાં જાણે તંગી સર્જાઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. અને અનેક ભારતીયોમાં ચિંતાના વાદળો સર્જાતા મોટાભાગના ગુજરાતી પરિવારો સહિત ભારતીયો ચોખા ખરીદવા લાંબી લાઈનો લગાવીને પડાપડી કરી રહ્યા હતા.

બાસમતી ચોખાની નિકાસ અને અન્ય ચોખાની નિકાસ અંગે કેન્દ્રીય ખાદ્ય મંત્રાલયે જણાવ્યું કે ચોખાની પોલીસીમાં કોઈજ ફેરફાર કરવામાં નથી આવ્યો. તેમજ નિકાસની નીતિઓ પર કોઈજ ફેરફાર નથી. કેન્દ્ર સરકાર દ્વારા લાદવામાં આવેલો પ્રતિબંધ નોન બાસમતી ચોખાની નિકાસ પર લગાવવામાં આવ્યો. આ નિર્ણય લેવા પાછળનું કારણ દેશમાં ચોખાની કીમતોમાં ધરખમ વધારો છે અને આવનારી તહેવારોની સિઝનમાં પણ જો સતત ભાવ વધશે તો તહેવારમાં નાગરિકોને મુશ્કેલી પડી શકે છે તે અંગે વિચારતા કેન્દ્ર સરકારે નિર્ણય કર્યો છે. ભારત મોટા ભાગે અમેરિકામાં ચોખાની નિકાસ કરે છે આ ઉપરાંત સ્પેન,ઇટલી,થઈલેન્દ,કેનેડા, શ્રીલંકા માં પણ ચોખાની મોટા પ્રમાણમાં નિકાસ થાય છે પરંતુ ચોખા પરની નિકાસનો નિર્ણય આવનારા સમયમાં ચોખાનું સંકટ ઉભું કરી શકે છે.

ચોખા

ભારતમાં હાલ ચોખા ઉપરાંત તમામ ખાદ્ય ચીજોમાં ભાવ વધારો સતત જોવા મળી રહ્યો છે. મોંઘવારી ચરમ સીમાએ છે ત્યારે દેશના કરોડો સામાન્ય પરિવારો શાકભાજી, અનાજ અને કઠોળના વધતા ભાવોને લઈને ચિંતામાં છે. છેલ્લા કેટલાક મહિનાઓથી દેશમાં કમોસમી વરસાદ, વાવાઝોડા અને ચોમાસાનો ભારે વરસાદ નોંધાઈ ચુક્યો છે. ત્યારે સતત ભાવોને અંકુશમાં લાવવા કેન્દ્ર સરકારે આ પગલા લીધા છે