Budget 2024: કોને કેટલો ટેક્સ ભરવો પડશે? બજેટમાં યુવાનોને બલ્લે-બલ્લે; ઈન્ટર્નશીપ પ્રોગ્રામની જાહેરાત, મહિને 5 હજાર રૂપિયા

0
209
Budget 2024: કોને કેટલો ટેક્સ ભરવો પડશે? બજેટમાં યુવાનોને બલ્લે-બલ્લે; ઈન્ટર્નશીપ પ્રોગ્રામની જાહેરાત, મહિને 5 હજાર રૂપિયા
Budget 2024: કોને કેટલો ટેક્સ ભરવો પડશે? બજેટમાં યુવાનોને બલ્લે-બલ્લે; ઈન્ટર્નશીપ પ્રોગ્રામની જાહેરાત, મહિને 5 હજાર રૂપિયા

Budget 2024: નાણામંત્રી નિર્મલા સીતારમણે મંગળવારે ચાલુ નાણાકીય વર્ષ 2024-25 માટે સંપૂર્ણ બજેટ રજૂ કર્યું. આ તેમનું સતત સાતમું બજેટ છે. લોકસભામાં બજેટ રજૂ કરતી વખતે સીતારમણે કહ્યું કે ભારતની જનતાએ ફરી એકવાર નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકારમાં વિશ્વાસ દર્શાવ્યો છે અને તેને ત્રીજી ટર્મ માટે ફરીથી ચૂંટ્યા છે.

સીતારમણે કહ્યું કે જ્યારે વૈશ્વિક અર્થતંત્ર હજુ પણ નીતિની અનિશ્ચિતતાની પકડમાં છે, ત્યારે ભારતનો આર્થિક વિકાસ ચાલુ છે. તેમણે કહ્યું કે દેશનો ફુગાવો સ્થિર છે અને ચાર ટકા તરફ આગળ વધી રહ્યો છે.

Budget 2024: કોને કેટલો ટેક્સ ભરવો પડશે? બજેટમાં યુવાનોને બલ્લે-બલ્લે;  ઈન્ટર્નશીપ પ્રોગ્રામની જાહેરાત, મહિને 5 હજાર રૂપિયા
Budget 2024: કોને કેટલો ટેક્સ ભરવો પડશે? બજેટમાં યુવાનોને બલ્લે-બલ્લે; ઈન્ટર્નશીપ પ્રોગ્રામની જાહેરાત, મહિને 5 હજાર રૂપિયા

Budget 2024 બજેટમાં પ્રથમ વખત નોકરી મેળવનાર માટે ભેટ

સરકારે આ વખતે તેની નવ પ્રાથમિકતા નક્કી કરી છે જેમાંથી એક રોજગાર અને કૌશલ્ય વિકાસ છે. તે હેઠળ પહેલીવાર નોકરી કરનારાઓને મોટી મદદ કરાશે. પ્રથમ વખત ઔપચારિક ક્ષેત્રમાં નોકરી શરૂ કરનારાઓને એક મહિનાનો પગાર આપવામાં આવશે.

આ પગાર ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા ૩ હપ્તામાં આપવામાં આવશે. તેની મહત્તમ રકમ 15 હજાર રૂપિયા હશે. EPFOમાં નોંધાયેલા લોકોને આ મદદ મળશે. તેની એલિજિબિલિટી મર્યાદા 1 લાખ રૂપિયા પ્રતિ માસ હશે. તેનાથી 2.10 કરોડ યુવાનોને ફાયદો થશે.

Budget 2024: જાણો ઈન્ટર્નશીપ પ્રોગ્રામ

મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ આજે રજૂ થઈ રહ્યું છે. દેશના યુવાનો માટે વાડાપ્રધાન મોદીનું આ ખાસ ઈન્ટર્નશિપ પેકેજ છે. આ અંતર્ગત યુવાનોને 500 ટોચની કંપનીઓમાં ઈન્ટર્નશિપ કરવાની તક મળશે.

આ ઉપરાંત દર મહિને 5,000 રૂપિયાનું ઇન્ટર્નશિપ ભથ્થું પણ આપવામાં આવશે. આ સાથે ઈન્ટર્નશિપ પૂર્ણ કરનાર યુવાનોને 6,000 રૂપિયાની અલગથી રકમ પણ આપવામાં આવશે. આ સરકારી યોજના હેઠળ 5 વર્ષમાં 1 કરોડ યુવાનોને ફાયદો થશે. કંપનીઓએ તેમની કોર્પોરેટ સામાજિક જવાબદારીના ભાગરૂપે તાલીમ ખર્ચ અને 10 ટકા ઇન્ટર્નશિપ ખર્ચ સહન કરવો પડશે.

નાણામંત્રી નિર્મલા સીતારમણે તેમના બજેટ ભાષણમાં કહ્યું હતું કે સરકાર આગામી પાંચ વર્ષમાં ટોપ-500 કંપનીઓમાં એક કરોડ યુવાનોને ઇન્ટર્નશિપની તક આપશે. આ ઇન્ટર્નશિપ 12 મહિના માટે હશે. આમાં, યુવાનોને વ્યવસાયના વાસ્તવિક વાતાવરણને જાણવાની અને વિવિધ વ્યવસાયોના પડકારોને જાણવાની તક મળશે.

નાણામંત્રી નિર્મલા સીતારમણ આ બજેટ રજૂ કરી રહ્યા છે. તેમણે બજેટમાં ઘણી મોટી જાહેરાતો કરી છે. જેમાંની એક મહત્ત્વની જાહેરાત યુવાનોને ઈન્ટર્નશીપ માટે પ્રેરિત કરવાની અને તેમના માટે ઈન્ટર્નશીપની તકો વધારવાની છે. નાણામંત્રીએ બજેટમાં જાહેરાત કરી છે કે, ‘મોદી સરકારની 5મી નવી યોજના હેઠળ 500 મોટી કંપનીઓમાં ઈન્ટર્નશિપને પ્રોત્સાહન આપવામાં આવશે. ઈન્ટર્નશીપ પ્રોગ્રામથી દેશના 1 કરોડ યુવાનોને ફાયદો થશે.’

રોજગારને પ્રોત્સાહન આપવા ૩ યોજનાઓ

ફ્રેશર્સ માટે 1 માસનો પગાર

 મેન્યુફેક્ચરિંગમાં રોજગાર સર્જન

• એમ્પ્લોયર્સને સહાય

• ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર હેઠળ ફ્રેશર્સને એક મહિનાનો પગાર ખાતામાં જમા થશે.

નવી ટેક્સ વ્યવસ્થામાં મોટી રાહત 

નાણામંત્રી નિર્મલા સીતારમણે આવકવેરાના સ્લેબમાં મોટા ફેરફારોની જાહેરાત કરી છે.

હવે સ્ટાન્ડર્ડ ડિડક્શન લિમિટ 50 હજાર રૂપિયાથી વધારીને 75 હજાર રૂપિયા કરવામાં આવી છે.

આ સિસ્ટમમાં 3 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં લાગે.

3 થી 7 લાખ રૂપિયાની કમાણી પર 5 ટકા આવકવેરો ચૂકવવો પડશે.

જો આવક 7 થી 10 લાખ રૂપિયા હોય તો 10 ટકાના દરે ઈન્કમ ટેક્સ વસૂલવામાં આવશે.

10 થી 12 લાખની કરપાત્ર આવક પર 15 ટકાના દરે આવકવેરો વસૂલવામાં આવશે.

12 થી 15 લાખની કરપાત્ર આવક પર 20 ટકા આવકવેરો લાગશે.

15 લાખથી વધુની કરપાત્ર આવક પર 30 ટકાના દરે આવકવેરો વસૂલવામાં આવશે.

TDS ભરવામાં વિલંબ થશે તો ગુનો નહીં

હવેથી TDS ભરવામાં વિલંબ થશે તો ગુનો ગણાશે નહીં. સાથે સાથે ઈ-કોમર્સ પર TDSનો દર 1 ટકાથી ઘટાડીને 0.1 ટકા કરાયો છે.

મહિલાઓ અને છોકરીઓ માટે રૂ. 3 લાખ કરોડ

મહિલાઓ અને છોકરીઓને લાભ આપતી યોજનાઓ માટે 3 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકની 100 થી વધુ શાખાઓ ઉત્તર-પૂર્વ ક્ષેત્રમાં સ્થાપિત કરવામાં આવશે. રાષ્ટ્રની ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પોલાવરમ સિંચાઈ યોજના પૂર્ણ કરવામાં આવશે. વિશાખાપટ્ટનમ-ચેન્નઈ ઈન્ડસ્ટ્રીયલ કોરિડોરમાં કોપર્થી વિસ્તાર અને હૈદરાબાદ-બેંગલુરુ ઈન્ડસ્ટ્રીયલ કોરિડોરમાં ઓરવાકલ વિસ્તારના વિકાસ માટે ફંડ આપવામાં આવશે.

એજ્યુકેશન લોન પર વ્યાજમાં છૂટ 

કેન્દ્રીય Budget 2024 – 25 માં દર વર્ષે 25,000 વિદ્યાર્થીઓની મદદ માટે મોડેલ સ્કીલ લોન યોજનામાં સુધારાનો પ્રસ્તાવ મૂકાયો છે. ઘરેલુ સંસ્થાનોમાં હાયર એજ્યુકેશન માટે 10 લાખ રૂપિયા સુધીની લોન માટે ઈ વાઉચર દર વર્ષે 1 લાખ વિદ્યાર્થીઓને સીધી લોન રકમના 3%ની વાર્ષિક વ્યાજ છૂટ માટે અપાશે.

Budget 2024 કૃષિ ક્ષેત્ર માટે 1.5 લાખ કરોડ

ખેડૂતો અને કૃષિ ક્ષેત્ર માટે આ વખતે બજેટમાં 1.52 લાખ કરોડની મસમોટી જાહેરાત કરવામાં આવી છે. આ ફંડની મદદથી કૃષિ ક્ષેત્રને બને તેટલો ફાયદો પહોંચાડવાનો પ્રયાસ કરાશે.

કૃષિ ક્ષેત્રે ઉત્પાદનક્ષમતા અને ટકાઉપણું વધારવા પ્રાથમિકતા આપવામાં આવશે. આગામી બે વર્ષમાં 1 કરોડ ખેડૂતોને નેચરલ ફાર્મિંગ માટે પ્રોત્સાહન આપવામાં આવશે.

સૂર્યઘર મફત વીજળી યોજનાની જાહેરાત 

મફત સૌર વીજળી યોજના પર નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે , પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજના શરૂ કરવામાં આવી છે, જે હેઠળ સોલાર પેનલ લગાવવામાં આવશે, જેનાથી  કરોડ પરિવારો 300 યુનિટ સુધી વીજળી મફત મેળવી શકશે. 

PM ગ્રામીણ હાઉસિંગ પ્લાન માટે 10 લાખ કરોડ

નાણામંત્રીએ પ્રધાનમંત્રી અર્બન હાઉસિંગ પ્લાન માટે 10 લાખ કરોડ રૂપિયાની જાહેરાત કરી છે.

નાણામંત્રીએ કહ્યું કે રેન્ટલ હાઉસિંગને પ્રોત્સાહન અને નિયમન કરવા માટે નિયમો બનાવવામાં આવશે. સ્ટેમ્પ ડ્યુટી ઘટાડનારા રાજ્યોને પ્રોત્સાહન આપવામાં આવશે. ઊર્જા સંક્રમણ માટે નવી નીતિ લાવવામાં આવશે. મહિલાઓના નામની નોંધણી પર સ્ટેમ્પ ડ્યુટીમાં રાહતનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. નાના ન્યુક્લિયર પાવર પ્લાન્ટ ખાનગી ક્ષેત્રના સહયોગથી બનાવવામાં આવશે.

Budget 2024 માં મંદિરો-પ્રવાસન સ્થળો અંગે જાહેરાત 

આ ઉપરાંત બજેટમાં અન્ય મોટી જાહેરાતો પણ કરવામાં આવી છે. જેમાં વિષ્ણુપદ મંદિર, ગયા અને મહાબોધિ મંદિર, બોધગયા બંનેમાં કોરિડોર બનાવવાની જાહેરાત કરવામાં આવી છે.

કાશી વિશ્વનાથ મંદિર માટે બનાવવામાં આવેલા કોરિડોર હેઠળ વિકાસ કરવામાં આવશે. રાજગીર બૌદ્ધ અને જૈન ભક્તો માટે પણ મહત્વપૂર્ણ છે.

રાજગીરના યાત્રાધામ વિસ્તારોનો પણ વિકાસ કરવામાં આવશે. નાલંદાને પ્રવાસન કેન્દ્ર તરીકે પણ વિકાસ કરવામાં આવશે. આ સિવાય નેશનલ રિસર્ચ ફંડ શરૂ કરવામાં આવશે. તેમજ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર જીડીપીના 3.4 ટકા જેટલું રોકાણ કરવામાં આવશે.  

પાયાના માળખાના વિકાસ માટે 11 લાખ કરોડ

નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે મજબૂત પાયાના માળખાના નિર્માણ માટે મહત્ત્વપૂર્ણ રોકાણ કરાયા છે. પાયાના માળખાના વિકાસ માટે મૂડીગત ખર્ચ માટે 11 લાખ કરોડ રૂપિયાથી વધુની ફાળવણી કરવામાં આવી છે. જે જીડીપીનો 3.4% થાય છે.

5 કરોડ આદિવાસીઓ માટે ‘ઉન્નત ગ્રામ અભિયાન’ 

આદિવાસી સમુદાયની સામાજિક આર્થિક સ્થિતિમાં સુધારા માટે વડાપ્રધાન જનજાતીય ઉન્નત ગ્રામ અભિયાન શરૂ કરવામાં આવશે.

આ યોજના આદિવાસી બહુમતી ધરાવતા ગામડાઓ અને જિલ્લાઓમાં આદિવાસી પરિવારો માટે સંતૃપ્તિ કવરેજ કરશે. 63000 ગામડાઓને કવર કરાશે જેનાથી 5 કરોડ આદિવાસી લોકોને લાભ થશે. 

પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાના ચોથા તબક્કાની શરૂઆત

નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, ‘25,000 ગ્રામીણ વસતીઓને તમામ ઋતુમાં સારા રસ્તાઓ આપવા માટે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાનો ચોથો તબક્કો શરૂ કરવામાં આવશે. બિહારમાં અવારનવાર પૂરની ઘટનાઓ બને છે. નેપાળમાં પૂર નિયંત્રણ માળખાં બનાવવાની યોજના હજુ આગળ વધી શકી નથી. એટલે સરકાર અંદાજિત 11,500 કરોડ રૂપિયાના ખર્ચે નાણાકીય સહાય પૂરી પાડશે.

આસામ જે દર વર્ષે પૂરનો સામનો કરે છે, તેને પૂર વ્યવસ્થાપન અને સંબંધિત પ્રોજેક્ટ્સ માટે સહાય મળશે. હિમાચલ પ્રદેશ, જેણે પૂરને કારણે વ્યાપક નુકસાન સહન કર્યું છે, તેને પણ બહુપક્ષીય સહાય દ્વારા પુનર્નિર્માણ માટે સમર્થન મળશે. ઉત્તરાખંડ, જે ભૂસ્ખલન અને આભ ફાટવાના કારણે વ્યાપક નુકસાન થયું છે, તેને જરૂરી સહાય પૂરી પાડવામાં આવશે.

Budget 2024 બજેટમાં કયા રાજ્યને શું મળ્યું ?

  • પૂર્વ ભારત માટે પૂર્વોદય યોજના (‘વિકાસ ભી વિરાસત ભી’.)

નાણામંત્રીએ દેશના પૂર્વના રાજ્યોના વિકાસ માટે પૂર્વોદય યોજનાની જાહેરાત કરી છે.

કેન્દ્રએ બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા અને આંધ્ર પ્રદેશના વિકાસ માટે પૂર્વોદય યોજનાની જાહેરાત કરી છે. આ અંતર્ગત માનવ સંસાધન વિકાસ અને મૂળભૂત વિકાસ પર ધ્યાન આપવામાં આવશે. આ યોજનામાં બિહાર માટે ઘણી ભેટની જાહેરાત કરાઈ છે.

અમૃતસર-કોલકાતા ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર હેઠળ ગયામાં એક ઔદ્યોગિક કેન્દ્ર બનાવવામાં આવશે. સાંસ્કૃતિક કેન્દ્રોને આધુનિક આર્થિક કેન્દ્રો તરીકે વિકસાવવામાં આવશે. આ મોડલનું નામ હશે ‘વિકાસ ભી વિરાસત ભી’.

  • બિહારને વિશેષ દરજ્જો નહીં પણ વિશેષ પેકેજ

નાણામંત્રીએ બજેટમાં બિહારમાં રોડ કનેક્ટિવિટી પ્રોજેક્ટ માટે 26 હજાર કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી. આનાથી પટના-પૂર્ણિયા એક્સપ્રેસવે, બક્સર-ભાગલપુર એક્સપ્રેસવેનો વિકાસ થશે.

બોધગયા, રાજગીર, વૈશાલી અને દરભંગા રોડ કનેક્ટિવિટી પ્રોજેક્ટ પણ વિકસાવવામાં આવશે. તે બક્સરમાં ગંગા નદી પર વધારાનો બે-લેન પુલ બનાવવામાં પણ મદદ કરશે. બિહારમાં 21 હજાર 400 કરોડ રૂપિયાના ખર્ચે પાવર પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે. તેમાં પીરપેંટી ખાતે 2400 મેગાવોટનો નવો પ્લાન્ટ સ્થાપવામાં આવશે. નવા એરપોર્ટ, મેડિકલ કોલેજ અને સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ બનાવવામાં આવશે. 

  • આંધ્રપ્રદેશ અને બિહાર માટે કરી મોટી જાહેરાત

બિહારના વિકાસ માટે વિવિધ સહાય પ્રદાન કરવામાં આવશે. આંધ્રપ્રદેશ માટે જીવાદોરી સમાન પોલ્લાવરમ ઈરિગેશન પ્રોજેક્ટ ઝડપથી પૂર્ણ કરવામાં આવશે. જેનો સીધો લાભ ખેડૂતોને મળશે. તેના આર્થિક વિકાસ માટે મૂડી સહાય પણ પ્રદાન કરશે. બજેટમાં આંધ્ર પ્રદેશના CM નાયડુને ‘ભેટ’, રાજધાની અમરાવતીના વિકાસ માટે રૂ. 15000 કરોડ ફાળવાયા. 

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો