Budget 2024  : આજે મોદી સરકારનુ વચગાળાનું બજેટ , શું આશા અપેક્ષા ?

0
88
Budget 2024  
Budget 2024  

Budget 2024  :  નાણામંત્રી નિર્મલા સીતારમણ ગુરુવારે એટલે કે આજે મોદી સરકારનું લોકસભા ચૂંટણી પૂર્વેનું અંતિમ અને વચગાળાનું બજેટ રજૂ કરશે.  આ તેમનું છઠ્ઠું બજેટ હશે. ચૂંટણી પૂર્વેના બજેટને વચગાળાનું બજેટ કહેવાય છે. આ બજેટમાં ખેડૂતો અને મહિલાઓ માટે મહત્ત્વની જાહેરાતો કરાશે તેવી આશા છે. મોદી સરકારના આ અંતિમ બજેટમાં છેલ્લા દસ વર્ષની કામગીરીના ગુણગાન સાથે આગામી ચૂંટણી માટેના રાજકીય પગલાંનો પણ દિશાનિર્દેશ જોવા મળી શકે છે. તેની સાથે તેઓ બજેટ દ્વારા દેશને કઈ દિશામાં આગળ લઈ જવા માંગે છે તે સમજાવશે.

Budget 2024

Budget 2024  : મહિલા, ખેડૂતો, નોકરીયાતો પર આધારિત હોઈ શકે છે આ બજેટ 

તાજેતરના ત્રણ રાજ્યોમાં જોરદાર વિજયના પગલે સત્તાધીશ સરકાર હવે કૃષિ અને અન્ય ક્ષેત્રો પર રાહતોના હારમાળા ચલાવી શકે છે અને તેની સાથે અર્થંતંત્રમાં વપરાશને વેગ આપે તેવા પગલાની પણ જાહેરાત કરી શકે છે, જેથી નોકરીઓના સર્જનમાં વૃદ્ધિ થાય. ઉલ્લેખનીય છે કે આ બજેટ લોકસભા ચૂંટણીની આચારસંહિતા અમલમાં આવવાની છે તેના ગણતરીના સપ્તાહો પહેલા જ આવી રહ્યુ છે. તેથી સરકારે 2019માં ખેડૂતો માટે રોકડ સહાયની જેવી જાહેરાત કરી હતી, તેવી સહાયની ફરી જાહેરાત કરી શકે છે. આ સિવાય મહિલાઓ માટે પણ કોઈ મોટા પગલાની જાહેરાત કરી શકે છે. આ ઉપરાંત નોકરિયાતો માટે પણ કોઈ જાહેરાત કરે તો આશ્ચર્ય નહીં થાય.

Budget 2024  : વચગાળાના બજેટમાં મોટા નીતિગત ફેરફારોને મંજૂરી નથી

Budget 2024


વચગાળાના બજેટમાં, સરકારને મતદારો પર પ્રતિકૂળ અસર કરી શકે તેવા કોઈ મોટા નીતિગત ફેરફારો કરવાની મંજૂરી નથી. જો કે, બંધારણ સરકારને વચગાળાના બજેટમાં કર વ્યવસ્થામાં ફેરફાર કરવાની સત્તા આપે છે. 2019ના વચગાળાના બજેટમાં પણ સરકારે 87A હેઠળ આવકવેરામાં છૂટ આપી હતી. તેના કારણે 5 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક કરમુક્ત થઈ ગઈ છે.

Budget 2024 : આ વખતે બજેટમાં 3 જાહેરાતો થઈ શકે છે

1. કિસાન સન્માન નિધિની રકમ 6 હજારથી 8 હજાર સુધી હોઈ શકે


Budget 2024 : કિસાન સન્માન નિધિ હેઠળ મળેલી રકમ 6 હજાર રૂપિયાથી વધારીને 8 હજાર રૂપિયા કરી શકાય છે. હાલમાં, આ યોજના હેઠળ નાના અને સીમાંત ખેડૂતોને એક વર્ષમાં 2,000 રૂપિયાના ત્રણ હપ્તા આપવામાં આવે છે. બજેટમાં મહિલા ખેડૂતો માટે આ રકમ વાર્ષિક 6000 રૂપિયાથી વધીને 12000 રૂપિયા થઈ શકે છે.

2. કલમ 80Cની કર મુક્તિ મર્યાદા 2.5 લાખ રૂપિયા હોઈ શકે છે

Budget 2024


આ વખતે સરકાર આવકવેરાની કલમ 80C હેઠળ ઉપલબ્ધ કર મુક્તિને વધારીને 2.5 લાખ રૂપિયા કરી શકે છે. EPF, PPF, ઇક્વિટી લિંક્ડ સેવિંગ્સ સ્કીમ, સુકન્યા સમૃદ્ધિ યોજના, નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ, 5 વર્ષની FD, નેશનલ પેન્શન સિસ્ટમ અને સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ આવકવેરાની કલમ 80C હેઠળ આવે છે.

3. આયુષ્માન યોજના હેઠળ વીમા કવચ 10 લાખ રૂપિયાનું હોઈ શકે છે


સરકાર તેની આયુષ્માન ભારત યોજના હેઠળ વીમા કવચને બમણું કરીને રૂ. 10 લાખ કરી શકે છે. તેનું પૂરું નામ ભારત પ્રધાન જન આરોગ્ય આયુષ્માન યોજના છે. તેની શરૂઆત 2018માં કરવામાં આવી હતી. આ યોજના દેશના ઓછી આવક જૂથના નાગરિકોને આરોગ્ય સુરક્ષા પૂરી પાડે છે. હાલમાં, આ યોજના હેઠળ 5 લાખ રૂપિયા સુધીની સારવાર મફતમાં ઉપલબ્ધ છે.

दिलचस्प खबरों के लिए यहाँ क्लिक करे

यूट्यूब चैनल पर शॉर्ट्स देखने के लिए यहाँ क्लिक करे

पंजाब में और क्या चल रहा है – यहाँ से क्लिक कर के जाने