BSP Candidate List : બહુજન સમાજવાદી પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે વધુ એક યાદી બહાર પાડી છે. બુધવારે બસપાએ 12 ઉમેદવારોની જાહેરાત કરી હતી. બસપાએ ગાઝિયાબાદથી મિર્ઝાપુર સુધીની લોકસભા સીટો માટે પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે. બસપાએ લખનૌથી સરવર મલિકને મેદાનમાં ઉતાર્યા છે. મનીષ ત્રિપાઠીને મિર્ઝાપુરથી ટિકિટ મળી છે.

BSP Candidate List : બહુજન સમાજ પાર્ટીએ બુધવારે લખનૌ લોકસભા સીટ સહિત 12 ઉમેદવારોની જાહેરાત કરી છે. પાર્ટીએ લખનૌથી સરવર મલિકને પોતાનો ઉમેદવાર બનાવ્યો છે. ગાઝિયાબાદથી નંદ કિશોર પુંડિર, અલીગઢથી હિતેન્દ્ર કુમાર ઉર્ફે બંટી ઉપાધ્યાય અને મથુરાના સુરેશ સિંહને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.

BSP Candidate List : એ જ રીતે ગુલશન દેવ શાક્યને મૈનપુરી બેઠક પરથી, અંશય કાલરા રોકીજીને ખેરીથી, અશોક કુમાર પાંડેને ઉન્નાવથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.

BSP Candidate List : મોહનલાલગંજથી રાજેશ કુમાર ઉર્ફે મનોજ પ્રધાનને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. કન્નૌજથી ઈમરાન બિન ઝફર, કૌશામ્બીથી શુભ નારાયણ, લાલગંજથી ઈન્દુ ચૌધરી અને મિર્ઝાપુરથી મનીષ ત્રિપાઠીને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે.

BSP Candidate List : અત્રે નોંધનીય છે કે બસપાએ અગાઉ 25 ઉમેદવારો જાહેર કર્યા હતા. BSPએ લોકસભા ચૂંટણી માટે અત્યાર સુધીમાં કુલ 36 ઉમેદવારોની જાહેરાત કરી છે. 36 ઉમેદવારોમાંથી 9 મુસ્લિમ સમુદાયના છે.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો