BS Yediyurappa Case   : કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી પર લાગ્યો પોકસો એક્ટ અંતર્ગત ગુનો, જાણો શું છે સમગ્ર મામલો  

0
246
BS Yediyurappa Case
BS Yediyurappa Case

BS Yediyurappa Case: કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા બીએસ યેદિયુરપ્પા વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. એક મહિલાએ યેદિયુરપ્પા પર તેની 17 વર્ષની પુત્રીનું યૌન શોષણ કરવાનો આરોપ લગાવ્યો છે.સગીર બાળકીની માતાએ આ મામલે બેંગલુરુના સદાશિવનગર પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી છે. ફરિયાદ મુજબ, કથિત જાતીય સતામણી 2 ફેબ્રુઆરીએ થઈ હતી, જ્યારે માતા અને પુત્રી છેતરપિંડીના કેસમાં મદદ માંગવા યેદિયુરપ્પા પાસે ગયા હતા.

BS Yediyurappa Case  

BS Yediyurappa Case  : બીએસ યેદિયુરપ્પાના કાર્યાલયે આ મામલે નિવેદન જાહેર કર્યું છે. યેદિયુરપ્પાની ઓફિસ દ્વારા આવા 53 કેસોની યાદી જારી કરવામાં આવી છે, જે ફરિયાદકર્તાએ પહેલાથી જ અલગ-અલગ બાબતોને લઈને દાખલ કરી છે. યેદિયુરપ્પાની ઓફિસે ભારપૂર્વક જણાવ્યું છે કે ફરિયાદીને આવી ફરિયાદો કરવાની આદત છે.

BS Yediyurappa Case  : સમગ્ર મામલે શું કહ્યું યેદિયુરપ્પાએ ?  

BS Yediyurappa Case

BS Yediyurappa Case   : પોતાના પર લાગેલા યૌન ઉત્પીડનના આરોપો પર યેદિયુરપ્પા કહે છે – ‘થોડા દિવસો પહેલા એક મહિલા મારા ઘરે આવી હતી અને રડી રહી હતી અને કહી રહી હતી કે કોઈ સમસ્યા છે. મેં તેને પૂછ્યું કે મામલો શું છે અને મેં જાતે પોલીસને બોલાવી, કમિશનરને આ બાબતની જાણ કરી અને તેમને મદદ કરવા કહ્યું. બાદમાં મહિલા મારી વિરુદ્ધ બોલવા લાગી.

યેદિયુરપ્પાએ કહ્યું- ‘હું આ મામલો પોલીસ કમિશનર પાસે લઈ ગયો છું. ગઈકાલે પોલીસે મારા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. ચાલો જોઈએ આગળ શું થાય છે. હું એમ ન કહી શકું કે તેની પાછળ કોઈ રાજકીય હેતુ છે.

BS Yediyurappa Case

બીએસ યેદિયુરપ્પાએ 2007માં સાત દિવસ કર્ણાટકના મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી. આ પછી, તેમણે 2008 થી 2011 સુધી, મે 2018 માં ત્રણ દિવસ અને ફરીથી જુલાઈ 2019 થી જુલાઈ 2021 સુધી મુખ્ય પ્રધાન તરીકે સેવા આપી. ત્યારબાદ  તેમણે  2021 માં રાજીનામું આપ્યું. પોતાના નિર્ણયની જાહેરાત કરતી વખતે યેદિયુરપ્પા મંચ પરથી રડી પડ્યા અને કહ્યું કે કર્ણાટકના લોકોનો તેમની સરકાર પરથી વિશ્વાસ ઉઠી ગયો છે.

યેદિયુરપ્પા બાદ બીજેપીના બસવરાજ સોમપ્પા બોમાઈ કર્ણાટકના 23મા મુખ્યમંત્રી બન્યા. બોમાઈએ જુલાઈ 2021 થી મે 2023 સુધી આ પોસ્ટ પર કામ કર્યું. 2024ની લોકસભા ચૂંટણી માટે ભાજપે બોમાઈને હાવેરી મતવિસ્તારમાંથી પોતાનો ઉમેદવાર બનાવ્યો છે.             

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો