તેલંગાણામાં ચૂંટણી પ્રચાર દરમિયાન BRSના ધારાસભ્ય પર હુમલો

0
56
તેલંગાણામાં ચૂંટણી પ્રચાર દરમિયાન BRSના ધારાસભ્ય પર હુમલો

તેલંગાણામાં ચૂંટણી પ્રચાર દરમિયાન BRSના ધારાસભ્ય પર હુમલો

ધારાસભ્ય ગુવાલા બાલારાજુ પર હુમલો

ધારાસભ્યને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા 

તેલંગાણામાં ચૂંટણી પ્રચાર દરમિયાન BRS ધારાસભ્ય પર હુમલો થયો હતો. આ હુમલામાં BRS ધારાસભ્ય ગંભીર રીતે ઘાયલ થયા છે. BRSના ધારાસભ્ય ગુવાલા બાલારાજુ પર હુમલો થયો છે. બલરાજુ શનિવારે રાત્રે પોતાના વિધાનસભા વિસ્તારમાં પ્રચાર કરી રહ્યા હતા. આ દરમિયાન તેમના પર હુમલો થયો હતો.

કોંગ્રેસના ઉમેદવાર વંશી કૃષ્ણએ આરોપ લગાવ્યો હતો કે બલરાજુ મતદારોને પૈસા વહેંચી રહ્યા હતા અને આરોપ લગાવ્યો કે બલરાજુની કારમાં પૈસા રાખવામાં આવ્યા હતા. બલરાજુએ આનો ઇનકાર કર્યો હતો. જો કે કોંગ્રેસના સમર્થકો ધારાસભ્યની કારને ચેક કરવા પર અડગ હતા. આ પછી, બીઆરએસ સમર્થકો અને કોંગ્રેસના સમર્થકો વચ્ચે ઝપાઝપી શરૂ થઈ અને આખરે પથ્થરમારો શરૂ થયો. આ પથ્થરમારામાં BRS ધારાસભ્યની કારમાં પણ તોડફોડ કરવામાં આવી હતી.આ પથ્થરમારામાં BRS ધારાસભ્ય ઘાયલ થયા હતા અને તેમને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેની હાલત નાજુક થતાં તેને હૈદરાબાદની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા  છે. હુમલામાં BRSના ધારાસભ્ય ગુવાલા બાલારાજુ ઈજાગ્રસ્ત થયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવમાં આવ્યાં છે. હુમલો થયો હોવાની જાણ પોલીસને કરવામાં આવી હતી. જેના પગલે ઉચ્ચ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો. અને આ અંગે વધુ તાપસ હાથ ધરી છે. હુમલાને પગલે રાજકારણ પર ગરમાઈ ગયું છે.

વધુ સમાચાર માટે જોતા રહોવી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ