ઇલેક્ટ્રીક વાહનોની સબસીડીને બ્રેક

0
161

પ્રદૂષણ ઘટાડવા અને ઇંધણનો વપરાશ ઓછો થાય તે માટેના ઈલેક્ટ્રીક વાહનો પર જ વધુ ભાર મૂકવો પડશે .જેના પગલે લોકો વધુ પ્રમાણમાં ઈલેક્ટ્રીક વાહનોનો વપરાશ કરે તે માટે સરકાર તરફથી આર્થિક સહાય આપવામાં આવી રહી છે. ટુ વ્હીલર હાઈ સ્પીડ ઇલેક્ટ્રીક વાહનની ખરીદી પર સરકાર 20,000 સુધીની સબસીડી લાભાર્થીઓને આપે છે. પરંતુ ભાવનગરના 200 જેટલા વાહનોની રૂ.40 લાખ જેટલી સબસીડી છેલ્લા છ મહિનાથી આરટીઓમાં ટલ્લે ચડી છે. જેને કારણે લાભાર્થીઓ ભારે હેરાનગતિ ભોગવી રહ્યા છે. સબસીડી જમા કરવાની મુદત છ મહિનાની હોય છે અને તે પણ મુદત આ મહિને પૂર્ણ થવાની તૈયારીમાં છે જેથી લાભાર્થીઓમાં પણ ભારે રોષ ફેલાયેલો જોવા મળે છે.. જેના પગલે સ્થાનિક તંત્રની હેરાનગતિને કારણે લોકોને ઈલેક્ટ્રીક વાહનો માટે નીરસતા વ્યાપી ગઈ  છે. નવેમ્બર મહિનામાં ખરીદ કરેલા વાહનોના સબસીડીના ફોર્મ તત્કાલીન સમયે જ ભરાઈ ગયા હતા પરંતુ હજુ સુધી લાભાર્થીઓના ખાતામાં સરકારની સબસીડી જમા થઈ નથી. ત્યારે લાભાર્થીઓમાં પણ ભારે રોષની લાગણી ફેલાયેલી છે.