
BrahMos: ભારતે ફિલિપાઈન્સને બ્રહ્મોસ સુપરસોનિક મિસાઈલોની સપ્લાઈ શરૂ કરી દીધી છે. આ અંતર્ગત બ્રહ્મોસ સુપરસોનિક મિસાઈલનો પહેલો સેટ ફિલિપાઈન્સને મોકલવામાં આવ્યો છે. 2022 માં આ હથિયાર પ્રણાલી માટે બંને દેશો વચ્ચે 375 મિલિયન યુએસ ડોલરના સોદા પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. ભારતીય વાયુસેના (IAF) ફિલિપાઈન્સમાં મિસાઈલો સાથેનું તેનું C-17 ગ્લોબમાસ્ટર કાર્ગો એરક્રાફ્ટ મોકલી રહ્યું છે. આ મિસાઈલો ફિલિપાઈન મરીન કોર્પ્સને આપવામાં આવશે.

BrahMos: ફિલિપાઈન્સને બ્રહ્મોસ સુપરસોનિક મિસાઈલની સપ્લાઈ શરૂ
સૂત્રોએ જણાવ્યું હતું કે શસ્ત્ર પ્રણાલીઓનું પરિવહન દરિયાઈ માર્ગે પણ કરવામાં આવ્યું હતું, જ્યાં કાર્ગો જહાજોને ચાર્ટર્ડ કરવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ સિસ્ટમ માટે મિસાઈલોની સાથે ગ્રાઉન્ડ સિસ્ટમની નિકાસ ગયા મહિને જ શરૂ થઈ હતી.

ફિલિપાઈન્સને આ મિસાઈલ સિસ્ટમ એવા સમયે મળી રહી છે જ્યારે દક્ષિણ ચીન સાગરમાં સતત અથડામણને કારણે ચીન સાથે તેનો તણાવ વધી રહ્યો છે. ફિલિપાઈન્સ બ્રહ્મોસ મિસાઈલ સિસ્ટમની ત્રણ બેટરીને તેના દરિયાકાંઠાના વિસ્તારોમાં તૈનાત કરશે જેથી આ ક્ષેત્રમાં કોઈપણ ખતરા સામે રક્ષણ મળી શકે.
મિસાઇલ પ્રોગ્રામના ભાગીદાર દેશોની અનેક મંજૂરીઓ બાદ આ ડીલને મંજૂરી આપવામાં આવી હતી. બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ, જે સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) અને રશિયન ફેડરેશનના NPO મશિનોસ્ટ્રોયેનિયા વચ્ચેનું સંયુક્ત સાહસ છે, તેને વિશ્વના સૌથી સફળ મિસાઇલ કાર્યક્રમોમાંની એક ગણવામાં આવે છે. બ્રહ્મોસે ભારતની સંરક્ષણ ક્ષમતાને વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો