બ્રહ્મપુત્રા નદી પર એશિયાની સૌથી મોટી હાઈડ્રોકાર્બન પાઈપલાઈનનું બાંધકામ પૂર્ણ

0
68
'નોર્થ ઈસ્ટ ગેસ ગ્રીડ' ના નિર્માણમાં એક મુખ્ય સીમાચિહ્નરૂપ
ઈન્દ્રધનુષ ગેસ ગ્રીડ લિમિટેડે આસામમાં જોરહાટ અને માજુલી વચ્ચે બ્રહ્મપુત્રા નદી પર એશિયાની સૌથી મોટી હાઈડ્રોકાર્બન પાઈપલાઈનનું બાંધકામ પૂર્ણ કર્યું છે. કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અજીત કુમાર ઠાકુરે આ માહિતી આપી હતી. હોરીઝોન્ટલ ડાયરેક્શનલ ડ્રિલિંગ પદ્ધતિનો ઉપયોગ કરીને બ્રહ્મપુત્રા નદીની નીચે 24 ઇંચ વ્યાસની હાઇડ્રોકાર્બન પાઇપલાઇન નાખવાનું પડકારજનક કાર્ય શુક્રવારે પૂર્ણ થયું હતું. આ પ્રોજેક્ટ ઉત્તરપૂર્વ ભારતને રાષ્ટ્રીય ગેસ ગ્રીડ સાથે જોડતા 'નોર્થ ઈસ્ટ ગેસ ગ્રીડ' ના નિર્માણમાં એક મુખ્ય સીમાચિહ્નરૂપ છે. બ્રહ્મપુત્રા નદીના મુખ્ય પ્રવાહમાં આ સિંગલ ક્રોસિંગમાં પાઇપલાઇનની કુલ લંબાઈ 4,080 મીટર છે. ઠાકુરે દાવો કર્યો હતો કે તે એશિયાની સૌથી લાંબી હાઇડ્રોકાર્બન પાઇપલાઇન છે જેનો વ્યાસ 24 ઇંચ અને તેનાથી વધુ છે.