છિંદવાડાના શાહપુરામાં રોષે ભરાયેલા ગ્રામજનોએ મતદાનનો બહિષ્કાર કર્યો, એક પણ વોટ પડ્યો નહિ

2
75

MP Assembly Elections Voting : મધ્યપ્રદેશમાં શુક્રવારે વિધાનસભા ચૂંટણી (Assembly Elections) માટે મતદાન થઈ રહ્યું છે. લોકશાહીના આ ઉત્સવમાં રાજ્યના સમગ્ર લોકો ભાગ લઈ રહ્યા છે, પરંતુ પૂર્વ મુખ્યમંત્રી અને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ કમલનાથના જિલ્લા છિંદવાડામાં એક જગ્યાએ સ્થિતિ વિપરીત છે. છિંદવાડા વિધાનસભા સીટના શાહપુરા ગામમાં બપોરે 3 વાગ્યા સુધી એક પણ મતદારે મતદાન કર્યું નથી. રોષે ભરાયેલા ગ્રામજનો મતદાનનો બહિષ્કાર કર્યો છે.

છિંદવાડા વિધાનસભા બેઠક (Assembly Elections)  નંબર 126ના મતદાન મથક 165, સરકારી શાળા શાહપુરામાં કુલ મતદારો 1062 છે. આ પૈકી એક પણ મતદારે બપોરે 3 વાગ્યા સુધી મતદાન કર્યું નથી. પ્રિસાઇડિંગ ઓફિસરે જણાવ્યું કે, અધિકારીઓએ ગામના લોકોને મતદાન કરવા વિનંતી કરી હતી પરંતુ હજુ સુધી કોઈ મતદાન કરવા આવ્યું નથી. શાહપુરા મતદાન મથકમાં 548 પુરૂષ અને 514 મહિલા મતદારો છે.

વાસ્તવમાં શાહપુરા નીરજ બંટી પટેલનો ઘર વિસ્તાર છે. નીરજ બંટી પટેલને ચૌરાઈ વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસની ટિકિટ મળી નથી. જેના કારણે નારાજ બંટી પટેલે કોંગ્રેસ સામે બળવો કરીને ચૌરાઈથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. આ પછી કોંગ્રેસે અનુશાસનહીનતાને કારણે બંટી પટેલને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા હતા.

કોંગ્રેસે ચૌરાઈથી બંટી પટેલને ટિકિટ ન આપતા શાહપુરાના લોકો નારાજ છે. જેના કારણે ગ્રામજનોએ મતદાનનો બહિષ્કાર કર્યો છે.

તમને જણાવી દઈએ કે શાહપુરા ગામ કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. અહીં ગત વિધાનસભા ચૂંટણી  (Assembly Elections) માં કોંગ્રેસને 90 ટકાથી વધુ મત મળ્યા હતા. ગ્રામજનોના બહિષ્કારથી કોંગ્રેસ અને કમલનાથને આંચકો લાગી શકે છે (#MadhyaPradeshElection2023).

મોરેનાના બડાપુરા ગામમાં શાળા ન ખુલવાને કારણે ચૂંટણીનો બહિષ્કાર

બીજી તરફ, મુરેના જિલ્લાના બડાપુરા મતદાન મથક પર પણ મતદારોએ મતદાનનો બહિષ્કાર કર્યો હતો. બડાપુરા એ મોરેના જિલ્લા પંચાયતની ગ્રામ પંચાયત મહેતોલી વિસ્તારમાં આવેલું છે. બપોરે 1 વાગ્યા સુધી એક પણ મતદાર આ મતદાન મથકે પહોંચ્યો ન હતો. બદાપુરા મતદાન મથકની મતદાર યાદીમાં 750 મતદારોના નામ છે. શાળાઓ ખોલવાની માંગણી પુરી ન થવાના કારણે મતદાનનો બહિષ્કાર કરવામાં આવ્યો.

ગ્રામજનોની માંગ છે કે તેમના ગામમાં પ્રાથમિક શાળા શરૂ કરવામાં આવે. ગામમાં એક સબસીડીવાળી શાળા હતી જે 10 વર્ષ પહેલા બંધ થઈ ગઈ હતી. જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું કે, ગામના બાળકો અભ્યાસ માટે એક કિલોમીટર દૂર જાય છે. ગ્રામજનોની માંગના આધારે શિક્ષણની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.

2 COMMENTS

Comments are closed.