ડિપ્રેશન અને સ્ટ્રેસ બંને અલગ છે !

0
379

યાર આજના દિવસમાં બવું જ કામ થઇ ગયું !

ટાર્ગેટ પૂરો નથી થઇ રહ્યો શું કરું !

થઇ રહ્યો છે એકલતાનો અનુભવ !

જાણીએ સ્ટ્રેસ અને ડિપ્રેશન વિષે !

સ્ટ્રેસ એટલે શું ?

સ્ટ્રેસને સંસ્કૃતમાં અવસાદ તરીકે વર્ણવામાં આવ્યું છે. જો કોઈ કામ નથી થઇ રહ્યું અથવા ટાર્ગેટ પૂર્ણ નથી થઇ રહ્યો ત્યારે જે અનુભૂતિ થાય છે તે સ્ટ્રેસ છે. સ્ટ્રેસ એ લાંબા સમય માટે નથી હોતો..

ઉદાહરણ : રોહન એ પોલિસી એજન્ટ છે. જેને દિવસની 50 પોલિસી વેચવાનો ટાર્ગેટ મળ્યો છે. પણ સમય પૂર્ણ થઇ રહ્યો છે. તેની એક પણ પોલિસીનું વેચાણ નથી થઇ રહ્યું. આ સમયે જે અનુભૂતિ થાય છે તેને સ્ટ્રેસ કહેવાય છે.

માનસિક અવસાદ [ડિપ્રેશન] – Family Doctor 1221

image 15

ડિપ્રેશન એટલે શું ?

ટૂંકમાં ડિપ્રેશન એટલે કોઈ પણ કાર્યમાં રૂચી ન હોવી. કાર્યમાં ધ્યાન લાગવું. હમેશા એકલા રહેવાની ઈચ્છા થવી….

જેને ડિપ્રેશનના લક્ષણ છે તેને એંગ્ઝાઇટીનાં પણ લક્ષણ હોય છે.

ઘણા લોકો પોતાના પદ પોતાની છબીને લઇને ખુબ ચીવટ રહેતા હોય છે. તેમને પોતાના પર કાબુ નથી રહેતો. આ એક માનસિક સ્થિતિ દર્શાવે છે. તમે હેલ્પલેસ છો તેવી અનુભૂતિ આપણે થશે. જેને તમે એંગ્ઝાઇટી પણ કહી શકો છો. શું આપ હોપલેસ અનુભવી રહ્યા છો ?એનો સીધો અર્થ થાય છે કે આપ આશા ગુમાવી રહ્યા છો. હેલ્પલેસ અને હોપલેસની અનુભૂતિ થાય ત્યારે વ્યક્તિ ડિપ્રેશનમાં છે તેમ કહી શકાય છે. ડિપ્રેશન અનુભવતા વ્યક્તિને એંગ્ઝાઇટીની ફરિયાદ હોઈ શકે છે.

ડિપ્રેશન શરીરના અલગ-અલગ ભાગોને કરે છે નુકસાન :

  • પેટમાં દુઃખાવો થાય
  • માથાનો દુઃખાવો થાય
  • શરીરનો દુઃખાવો થાય
  • થાક લાગે
  • દુખની અનુભૂતિ થાય
  • પાચન ક્રિયાને અસર પડે

કહેવામાં આવે છે કે પેટ અને મનનું સીધું જોડાણ છે. જો કોઈ વ્યક્તિને વિચાર વાયુ હશે, તે બહુજ વિચારો કરશે તો તેના પાચન શક્તિ નબળી હશે. તે ઉપરાંત ઉપર દર્શાવ્યા અનુસાર તકલીફો થાય છે.

ફેસબુક પર પણ આપ આ કાર્યક્રમ નિહાળી શકો છો