દિગ્ગજ ટેનિસ સ્ટાર રોહન બોપન્નાએ જીત્યો ઓસ્ટ્રેલિયન ઓપન 2024

0
168
Bopana Win First Grand Slam
Bopana Win First Grand Slam

Bopana Win First Grand Slam: ભારતના દિગ્ગજ ટેનિસ સ્ટાર રોહન બોપન્નાએ પહેલી વખત ઓસ્ટ્રેલિયન ઓપનનો ખિતાબ જીત્યો છે. તેણે શનિવારે મેથ્યૂ એબડેનની સાથે મળીને ઓસ્ટ્રેલિયન ઓપન 2024માં પુરુષ ડબલની ફાઈનલ જીતી છે. 43 વર્ષનો બોપન્ના અને તેનો ઓસ્ટ્રેલિયા સાથી એબડેને ઈટાલીના સિમોન બોલેલી અને એન્ડ્રિયા વાવસ્સોરીને 7-6, 7-5થી ધૂળ ચટાવી છે.

Bopana Win First Grand Slam

Bopana Win First Grand Slam  : બોપન્નાની કેરિયરનો આ પહેલો મેન્સ ડબલ્સ ગ્રાન્ડ સ્લેમ છે. તેણે કુલ બે ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીત્યા છે. તેણે આ પહેલા વર્ષ 2017માં કેનેડાની ગ્રેબિયાલા ડાબ્રોવસ્કીની સાથે ફ્રેન્ચ ઓપન મિક્સ ડબલ્સ ખિતાબ જીત્યો હતો.

Bopana Win First Grand Slam

Bopana Win First Grand Slam  : બોપન્ના ગ્રાન્ડ સ્લેમ જીતનાર સૌથી મોટી ઉંમરનો ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન બન્યો છે. તેણે જીન જૂલિયન રોજરનો રેકોર્ડ તોડ્યો છે. નેધરલેન્ડના જીને 2022માં 40 વર્ષ અને 9 મહિનાની ઉંમરે ફ્રેન્ચ ઓપનનો મેન્સ ડબલ્સનું ટાઈટલ જીત્યું હતું.

Bopana Win First Grand Slam

Bopana Win First Grand Slam  : બોપન્નાએ ફાઈનલ જીત્યા બાદ એબડેનની પ્રશંસા કરી. તેણે કહ્યું કે- હું લેવલ 43નો છું. 43 વર્ષનો નહીં અને આ મારા શાનદાર ઓસ્ટ્રેલિયન સાથે વગર શક્ય ન થયું હોત. બોપન્ના મેન્સ ડબલમાં ગ્રાન્ડ સ્લેમ જીતનાર ત્રીજો ભારતીય છે. બોપન્ના 2013 અને 2023માં અમેરિકી ઓપન ફાઈનલમાં પહોંચ્યો હતો પરંતુ ખિતાબથી ચુક્યો હતો.

Bopana Win First Grand Slam

ઓસ્ટ્રેલિય ઓપન ટાઈટલ જીતનાર ભારતીય | Bopana Win First Grand Slam

  • 2002 (મિક્સ ડબલ)- લિએન્ડર પેસ અને માર્ટિના નવરાતિલોવા (અમેરિકા)
  • 2006 (મિક્સ ડબલ)- મહેશ ભૂપતિ અને માર્ટિના હિંગિસ (સ્વિટ્ઝરલેન્ડ)
  • 2009 (મિકસ ડબલ)- મહેશ ભૂપતિ અને સાનિયા મિર્ઝા
  • 2010 (મિક્સ ડબલ)- લિએન્ડર પેસ અને કારા બ્લેક (ઝિમ્બાબ્વે)
  • 2012 (મેન્સ ડબલ)- લિએન્ડર પેસ અને રાડેક સ્ટેપનેક (ચેકિયા)
  • 2015 (મિક્સ ડબલ)- લિએન્ડર પેસ અને માર્ટિના હિગિંસ (સ્વિટ્ઝરલેન્ડ)
  • 2016 (વુમન્સ ડબલ)- સાનિયા મિર્ઝા અને માર્ટિના હિગિંસ (સ્વિટ્ઝરલેન્ડ)
  • 2024 (મેન્સ ડબલ)- રોહન બોપન્ના અને મેથ્યૂ એબડેન (ઓસ્ટ્રેલિયા)

તમે આ પણ વાંચી શકો છો

Kanguva New Poster : બોબી દેઓલના લુકથી તમને ડર લાગી જશે