Bopal firing  : બોપલ વિસ્તારમાં ફાયરીંગની ઘટના, પોલીસે દારૂ અને બીયર સાથે 7 કારતુસ પણ કબજે કર્યા  

0
344
bopal-firing
bopal-firing

મંગળવારે મોડી રાતે બોપલ (Bopal firing) વિસ્તારમાં મહાવીરસિંહ જાડેજા નામના એક વ્યક્તિએ ફાયરિંગ કર્યું હોવાની વિગત સામે આવી હતી. આ સંદર્ભે પોલીસની ટીમ ત્યાં પહોંચી હતી. જેમાં પોલીસને સાત જીવતા કાર્ટિસ અને પિસ્તોલ મળી આવી હતી. હાલ સમગ્ર મામલે બોપલ પોલીસે આરોપીઓને પકડીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

Bopal firing

અમદાવાદમાં દારૂ અને નશામાં (Bopal firing)  ફાયરિંગ થયું હોવાનો બનાવ સામે આવ્યો છે. એટલું જ નહીં આરોપીઓ પાસેથી બિયર અને દારૂની બોટલ પણ મળી આવી છે. 24 જેટલી બિયર અને એક સ્કોચની બોટલ પોલીસે કબજે કરી છે. જ્યારે પોલીસ પહોંચી ત્યારે બે લોકો પાંચમા માળેથી ચોથા માળની અગાસીમાં કૂદવાનો પ્રયાસ કર્યો હતો. આથી બન્નેને ઈજા પહોંચી છે. હાલ પોલીસે ગેરકાયદેસર હથિયાર રાખીને ફાયરિંગ કરવા સંદર્ભનો ગુનો દાખલ કર્યો છે. બોપલમાં આ  લોકો દારૂની મેહફિલ માણવા માટે ભેગા થયા હતા. જ્યારે કેટલાક જમીન દલાલ છે અને (Bopal firing)  પિસ્તોલ મળી આવી છે જે લાઇસન્સ વગરની હોવાનું સામે આવ્યું છે.

Bopal firing

Bopal firing :  યુએસ મેડ પિસ્તોલ, 7 ખાલી કારતૂસ મળ્યાં

  મહાવીરસિંહ જાડેજાએ કચ્છના ધમાભાઈ પાસેથી યુએસ મેડ પિસ્તોલ ખરીદી હતી. આ પિસ્તોલ સાથે સાત ખાલી કારતૂસ પણ પોલીસને મળ્યાં છે. પોલીસ આવતા બે લોકોએ ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જેમને સામાન્ય ઈજા થઈ છે.

Bopal firing

Bopal firing દારૂના નશામાં ફાયરિંગ થયું


લોકો જમીન દલાલીના વ્યવસાય સાથે કદાચ સંકળાયેલા હોવાનું પોલીસ માની રહી છે. જેમાં ઋતુરાજની ઓફિસમાં જમીનનું કામ થતું હતું એવું જાણવા મળી રહ્યું છે. જ્યારે મહાવીર ભાવસિંગ જાડેજા કચ્છના છે અને એમની સાથે ફતુભા જાડેજા છે. બીજી તરફ તેમનો ડ્રાઈવર અને પટાવાળો પણ ત્યાં હતો. સમગ્ર મામલે હાલ બોપલ પોલીસે ગુનો નોંધવા માટેનો પ્રયાસ આ ધરે છે. દારૂના નશામાં ફાયરિંગ થયું હોય તેવું માનવામાં આવે છે. આથી કેટલાક લોકોની ધરપકડ પણ કરી છે.

તમે આ પણ વાંચી શકો છો

ઉસ્માન ખ્વાજાએ ICC પર લગાવ્યા ‘ડબલ સ્ટાન્ડર્ડ’ ના આરોપ, ICC નીતિની ચો-તરફ ટીકા