bombthreat: વડોદરામાં સ્કૂલ બાદ હવે હોટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો ઈ-મેલ મળતા DCP ઝૂલી કોઠીયા સહિત સયાજીગંજ પોલીસ અને બોમ્બ અને ડોગ સ્ક્વોડની ટીમો પણ ઘટનાસ્થળે પહોંચી છે અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. પોલીસ દ્વારા હોટલ ખાલી કરાવામાં આવી રહી છે અને હોટલના તમામ 48 રૂમની પોલીસે તપાસ શરૂ કરી છે.
પોલીસે સઘન તપાસ હાથધરી
ધમકીભર્યો ઇ-મેલ (bombthreat) આજે(5 જુલાઈ) સવારે મળ્યો હોવાનું જાણવા મળ્યું છે. જોકે, હોટલના મેનેજરનું સાંજે ધ્યાન પડતા પોલીસને જાણ કરવામાં આવી હતી. જો કે, ગઈકાલે શહેરના હરણી વિસ્તારમાં આવેલી સિગ્નસ સ્કૂલ બાદ અકોટા વિસ્તારની ડી.આર.અમીન સ્કૂલને RDXથી ઉડાવવાની ધમકીનો ઇ-મેલ મળતાં પોલીસની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી.

આ અંગે DCP ઝોન 2એ જણાવ્યું હતું કે, આ ઈ-મેલમાં પણ કન્ટેન્ટ અગાઉ મોકલેલા ધમકીભર્યા ઈ-મેલ (bombthreat) જેવું જ હતું. હાલ પોલીસ દ્વારા ક્યાથી આ મેઈલ મોકલવામાં આવ્યો છે તે દિશામાં સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે. હોટલમાં હાલ ડોગ સ્કોર્ડ દ્વારા તમામ જગ્યાએ ચેકિંગ હાથ ધરવામાં આવી રહી છે.
સુરતના MLAના નામવાળા બાંકડા રાજકોટ પહોંચ્યા!