Board Exam Class 10th-12th 2024 : બોર્ડની પરીક્ષા આપતા પહેલા આટલું ધ્યાન અવશ્ય રાખો, મળશે મહેનતનું પરિણામ   

0
157
Board Exam Class 10th-12th 2024
Board Exam Class 10th-12th 2024

Board Exam Class 10th-12th 2024:  બોર્ડની પરીક્ષાઓ નજીક આવી રહી છે.  ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. 11 માર્ચ 2024થી પરીક્ષાઓ શરૂ થવા જઈ રહી છે. જે વિદ્યાર્થીઓ પરીક્ષામાં સામેલ થવા જઈ રહ્યા છે તેમને ખબર હોવી જોઈએ કે રિવિઝનની પ્રક્રિયા કેવી હોવી જોઈએ અને રિવિઝન દરમિયાન કઈ બાબતોનું ધ્યાન રાખવું પડશે. જણાવી દઈએ કે, યોગ્ય રીતે કરવામાં આવેલા રિવિઝનના આધારે જ તમે પરીક્ષામાં સારા માર્ક્સ મેળવી શકશો.  

નવું વાંચશો નહીં | Board Exam Class 10th-12th 2024

Board Exam Class 10th-12th 2024

પરીક્ષામાં વધુ સારું પ્રદર્શન કરવા માટે ખૂબ જરુરી છે કે હવે છેલ્લી ઘડીએ કોઈપણ નવા ચેપ્ટરને ન વાંચો. તેનાથી ચોક્કસપણે માત્ર સ્ટ્રેસ જ વધશે અને સાથે જ તમારી તૈયારી પર પણ અસર પડશે. તેથી આખા વર્ષની મહેનતને વ્યર્થ થતા બચાવો. નવું વાંચશો નહીં. માત્ર એ પ્રયાસ કરો કે અત્યાર સુધી જે પણ કંઈ તમે વાંચ્યું છે, તેને સારી રીતે રિવિઝન કરો. તે મુજબ જ પરીક્ષામાં હાજર રહેવું.

દરરોજ થોડીવાર ચાલવા જાવ | Board Exam Class 10th-12th 2024

Board Exam Class 10th-12th 2024

ફિઝિકલી અને મેઈન્ટલી બંને રીતે ફિટ થયા પછી જ તમે તમારું બેસ્ટ આપી શકો છો. તેથી જરૂરી છે કે તમે તમારી ખાવા-પીવાની ટેવ અને શારીરિક પ્રવૃત્તિનું ધ્યાન રાખો. યોગ્ય ખોરાક ખાવાની સાથે-સાથે થોડીવાર ચાલવા માટે પણ નીકળો, જેનાથી તમને તાજી હવા મળશે. સાથે જ તે તમને ફ્રેશ પણ રાખશે. આ સાથે જ પરીક્ષા પહેલા દરરોજ રાત્રે 7-8 કલાકની ઊંઘ લેવાનું લક્ષ્ય જરુર રાખો.

નિયમો વાંચી લો | Board Exam Class 10th-12th 2024

Board Exam Class 10th-12th 2024

પરીક્ષા કેન્દ્ર પર પહોંચ્યા પછી વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવે છે કે પહેલા તેઓ પ્રશ્નપત્ર પર આપવામાં આવેલી સૂચનાઓને ધ્યાનથી વાંચે અને પછી તે મુજબ જ પેપરની શરૂઆત કરો. ઘણી વખત ઉતાવળમાં વિદ્યાર્થીઓ નિયમોને ધ્યાનથી વાંચતા નથી, જેના કારણે ભૂલો થઈ જાય છે. તેથી તેનાથી બચો.

પરીક્ષા આપવા જતી વખતે શું કરવું | Board Exam Class 10th-12th 2024

Board Exam Class 10th-12th 2024


પેપર સેન્ટર પર મીનીમમ 30 મીનીટ પહેલાં પહોંચી જવું તેમજ પરીક્ષામાં બુટ-મોજા પહેરવા નહી, બને તો સ્લીપર કે સેન્ડલ પહેરવા જેથી પગમાં અકળામણ ન થાય. પરીક્ષાની અડધો કલાક પહેલા તૈયારી બંધ કરી દેવી અને પરીક્ષાને લગતા કોઈ પણ વિચાર ન કરવા. દર વર્ષ અફવાઓ હોય છે કે, પેપર અઘરૂં છે, પેપર લાંબુ છે, ફલાણા સાહેબ કાઢ્યું છે, વગેરે બાબતોમાં રસ ન લેવો.

પરીક્ષા આપવા જતી વખતે આ ધ્યાન રાખજો | Board Exam Class 10th-12th 2024

Board Exam Class 10th-12th 2024


પેપર આપવા જતી વખતે રીસીપ્ટ, પેન, સંચો, રબર,ફૂટપટ્ટી જરૂરી હોય તો કંપાસ અને પાઉચ લઈને જવું. તેમજ મોબાઈલલ સાથે લઈ જવો નહી. ઘરેથી પારદર્શક બોટલમાં પાણી કે લીંબુ શરબત લઈ જવું. પ્રથમ દિવસે સેન્ટર પર સ્વાગત થાય ત્યારે ત્યાંથી મળતા પેંડા કે પીપરમેન્ટ ખાવા નહી.

વાલીઓએ ધ્યાનમાં રાખવા જેવી બાબત | Board Exam Class 10th-12th 2024

Board Exam Class 10th-12th 2024


‘બેસ્ટ ઓફ લક’ કરવાવાળા આપણા હિતેચ્છુઓને શક્ય હોય ત્યાં સુધી વિદ્યાર્થીને મળવા ન દેવા. પોતાના સંતાનને ચશ્માં હોય તો બીજી જોડ તૈયાર રાખવી. પરીક્ષા દરમિયાન વાંચન સમયે વાલીએ બાળકને કંપની આપવી. ઘરનાં અન્ય સભ્યો આ સમયે ટીવી,ટેપ, રેડિયો ન વગાડે તે ધ્યાને રાખવું.

આટલી વસ્તુઓનું ધ્યાન રાખશો તો ચોક્કસ તમારી પરીક્ષા સારી જશે, અને તેનું યોગ્ય પરિણામ મળશે. vrlive તરફથી આ વર્ષે બોર્ડની પરીક્ષા આપનાર તમામ વિધાર્થીઓને શુભેચ્છા.    

लेटेस्ट खबरो के लिए  यहाँ क्लिक करे

यूट्यूब चैनल पर शॉर्ट्स देखने के लिए यहाँ क्लिक करे

पंजाब में और क्या चल रहा है – यहाँ से क्लिक कर के जाने

दिलचस्प खबरों के लिए यहाँ क्लिक करे