BLOs Protest:અમરાઈવાડીમાં BLOનો બળવો મેપિંગની જટિલ પ્રક્રિયા સામે 200થી વધુ અધિકારીઓ ધરણા પર

0
116
BLOs Protest
BLOs Protest

BLOs Protest: અમદાવાદના અમરાઈવાડી વિધાનસભામાં આજે ચૂંટણીની પ્રક્રિયા વચ્ચે મોટો વિવાદ ઉભો થયો છે. ક્ષેત્રના 200થી વધુ બૂથ લેવલ ઓફિસર્સ (BLOs) ખોખરા ખાતે આવેલી કે.કે. શાસ્ત્રી કોલેજમાં અચાનક ધરણા પર બેસી ગયા છે. આ સ્થળ BLOનું મુખ્ય સેન્ટર છે, જ્યાં તેઓ ફિલ્ડમાં મળેલાં ડેટાને ઓનલાઈન સિસ્ટમમાં અપલોડ કરે છે.

BLOs Protest

BLOs Protest: વિરોધનું મુખ્ય કારણ — “મેપિંગ” પ્રક્રિયા

BLOઓનો મુખ્ય આક્ષેપ છે કે, ચૂંટણી પંચે નવી “મેપિંગ” પ્રક્રિયા ફરજિયાત બનાવી છે, જે જટિલ અને અવ્યવહારુ છે. શરૂઆતમાં BLOને માત્ર ASD (Absent, Shift, Death) મતદારોના ફોર્મ સબમિટ કરવાની જવાબદારી હતી.
પરંતુ હવે તેમને દરેક મતદારની વિગતો 2002ના Service Identity Register (SIR) પ્રમાણે દાખલ કરવાની ફરજ પડી છે, જેને BLOઓ અમલમાં લાવી શકતા મુશ્કેલ ગણાવી રહ્યા છે.

 BLOs Protest: શું છે મેપિંગની મુશ્કેલી?

  • મતદાર માત્ર બેઝિક માહિતી સાથેનું ફોર્મ આપતા હોય છે.
  • તેના નીચેની 2002ની વિગતવાર માહિતી BLOને જાતે ઇન્ટરનેટ પરથી શોધવી પડે છે.
  • ચૂંટણી પંચની વેબસાઇટ પર એકસરખાં નામ ધરાવતા હજારો રેકોર્ડ સામે આવે છે.
  • માત્ર નામ આધારે ચોક્કસ વ્યક્તિ ઓળખવી BLO માટે મુશ્કેલ નહીં, અશક્ય જેવી બની ગઈ છે.
    ઉદાહરણ તરીકે, મતદારની માતાનું નામ માત્ર “કૈલાશબેન” લખેલું હોય, તો એક જ નામની અનેક એન્ટ્રીમાંથી ચોક્કસ ઓળખ કરવી અત્યંત મુશ્કેલ બની જાય છે. BLOનો આક્રોશ — ‘દબાણ અને ધમકીઓથી કંટાળી ગયા છીએ’

BLOs Protest: ધરણા પર બેઠેલા BLOઓના જણાવ્યા મુજબ:

  • અધિકારીઓ તેમની પર સતત દબાણ કરી રહ્યા છે.
  • રોજ બપોરે 1 વાગ્યા સુધી સેન્ટરમાં રહેવું ફરજિયાત છે.
  • 1 વાગ્યા પછી ફિલ્ડમાં, અને 3 વાગ્યે ફરી કોલેજમાં હાજર રહેવું પડશે, એ માટે કડક સૂચના છે.
  • 3 વાગ્યે હાજર ન રહે તો નોટિસ આપવાની ધમકી આપવામાં આવે છે.
  • વોટ્સએપ ગ્રુપમાં પણ મામલતદાર અને નાયબ મામલતદાર સતત દબાણવાળા મેસેજ મોકલે છે.

આ પરિસ્થિતિને કારણે BLOઓએ ખુલ્લો વિરોધ શરૂ કર્યો છે અને જણાવ્યું છે કે આ પ્રકારની જટિલ અને અસમર્થનીય કામગીરીને તરત સ્થગિત કરવામાં આવે.

BLOs Protest

 BLOs Protest: ચૂંટણી પ્રક્રિયા પર પડતા પ્રશ્નચિહ્ન

આ ધરણા પછી આ વિસ્તારમાં SIR કામગીરી અને મતદાર યાદીની ચોકસાઈ અંગે અનેક સવાલો ઉભા થયા છે. ચૂંટણી પંચ માટે પણ આ સ્થિતિ પડકારરૂપ બની છે કારણ કે SIRનું કામ રાજ્યમાં છેલ્લી ઘડીએ ઝડપથી પૂરું કરવાની ફરજ પડી છે.

વધુ સમાચાર વાંચવા અહી ક્લિક કરો

Gujarat SIR Drive:ગુજરાતમાં SIRની કામગીરી ઝડપથી આગળ, રાજ્યમાં 24.23 લાખ મતદારોના નામ રદ—ચૂંટણી પંચનો દાવો.