bloomberg billionaires index : શેરબજારમાં આવેલી તેજી વચ્ચે ભારતીય ઉદ્યોગપતિઓની નેટવર્થ પણ વધી રહી છે. છેલ્લા કેટલાક દિવસોમાં અદાણી ગ્રુપની કંપનીઓના શેરમાં ઉછાળો જોવા મળ્યો હતો. જેનો સીધો ફાયદો ગૌતમ અદાણીની નેટવર્થને થયો છે.
તાજેતરના બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર, છેલ્લા એક સપ્તાહમાં ગૌતમ અદાણીની સંપત્તિમાં ઝડપથી વધારો થયો છે. પ્રથમ, તેમણે $100 બિલિયન ક્લબમાં ફરી પ્રવેશ કર્યો અને હાલમાં તેની કુલ સંપત્તિ $109B છે. એટલે કે લગભગ એક સપ્તાહમાં અદાણીની સંપત્તિમાં $9 બિલિયનનો વધારો થયો છે.
bloomberg billionaires index : બ્લૂમબર્ગની અબજોપતિઓની યાદીમાં ગૌતમ અદાણી હાલમાં 13મા ક્રમે છે. મુકેશ અંબાણી તેમનાથી માત્ર એક ડગલું આગળ છે. હાલમાં મુકેશ અંબાણી એશિયાના સૌથી અમીર વ્યક્તિ છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીની નેટવર્થ લગભગ $114 બિલિયન છે. અબજોપતિઓની યાદીમાં ગૌતમ અદાણી સંપત્તિમાં મુકેશ અંબાણી કરતાં લગભગ 5 અબજ ડોલર પાછળ છે.
bloomberg billionaires index : જો રેન્કની વાત કરીએ તો બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સમાં મુકેશ અંબાણી 12મા સ્થાને છે જ્યારે ગૌતમ અદાણી 13મા સ્થાને છે. તમને જણાવી દઈએ કે, આ સપ્તાહે અદાણી ગ્રૂપની તમામ 10 કંપનીઓના શેરમાં વધારો જોવા મળ્યો હતો. જોકે, ટ્રેડિંગ સપ્તાહના છેલ્લા દિવસે શુક્રવારે અદાણી ગ્રુપની કંપનીઓના શેરમાં થોડું દબાણ જોવા મળી રહ્યું છે. રેકોર્ડ ઉંચી સપાટીએ પહોંચ્યા બાદ શેરબજારમાં પણ પ્રોફિટ બુકિંગનો દબદબો છે.
bloomberg billionaires index : જાણો દુનિયાના અમીરોના નામ અને સંપતિ
નંબર | નામ | સંપતિ |
1 | Bernard Arnault | $211B |
2 | Jeff Bezos | $204B |
3 | Elon Musk | $187B |
4 | Mark Zuckerberg | $166B |
5 | Larry Page | $154B |
6 | Bill Gates | $153B |
7 | Steve Ballmer | $147B |
8 | Sergey Brin | $146B |
9 | Larry Ellison | $138B |
10 | Warren Buffett | $134B |
11 | Michael Dell | $114B |
12 | Mukesh Ambani | $114B |
13 | Gautam Adani | $109B |
ઉલ્લેખનીય છે કે શુક્રવારે શેરબજારમાં નવો રેકોર્ડ બન્યો છે. સેન્સેક્સે 75500નો આંકડો પાર કર્યો છે, જ્યારે નિફ્ટીએ 23004 પોઈન્ટનો રેકોર્ડ સ્પર્શ કર્યો છે.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો