નેપાળ અને ભારત વચ્ચે ઉકેલાશે કાળા પાણી વિસ્તારનો વિવાદ

0
58

નેપાળ અને ભારત વચ્ચે કાળા પાણી વિસ્તારનો વિવાદ જલ્દી જ ઉકેલાઇ શકે છે, પણ આના કારણે નેપાળમાં વિરોધનો વંટોળ શરુ ગયો છે,, તમને જણાવી દઇએ કે નેપાળના પીએમ પુષ્પ કમલ પ્રચંડ તાજેતરમાં જ ભારત પ્રવાસે આવ્યા  હતા. તેમણે ભારતના પીએમ નરેન્દ્ર મોદી સાથે પણ મુલાકાત કરી હતી.બંને વચ્ચેની વાતચીતમાં કાલાપાણી વિસ્તારનો વિવાદ પણ સામેલ હતો. આ વિસ્તાર બંને દેશો માટે તણાવનુ કેન્દ્ર રહ્યો છે. નેપાળના પીએમ પ્રચંડે આ વિવાદનો ઉકેલ લાવવા માટે જમીનની અદલા બદલીના વિકલ્પનો સંકેત પણ આપ્યો હતો.

આ પ્રકારની ડીલ ભારતે થોડા વર્ષો પહેલા બાંગ્લાદેશ સાથે પણ કરી હતી. નેપાળમાં આ પ્રસ્તાવને લઈને ઉહાપોહ શરુ થઈ ગયો છે. નેપાળની મુખ્ય વિપક્ષી પાર્ટી તેનો વિરોધ કરી રહી છે.આ પહેલા પ્રચંડે એક નિવેદનમાં કહ્યુ હતુ કે, ભારત સાથેના સીમા વિવાદનો ઉકેલ લાવવા માટેના જે વિકલ્પો પર ચર્ચા થઈ છે તેમાં જમીનની અદલા બદલી પણ સામેલ છે. આ જ પ્રકારની જમીનની અદલા બદલી ભારતે 2015માં બાંગ્લાદેશ સાથે કરી હતી.નેપાળના વિરોધ પક્ષો જોકે આ પ્રસ્તાવને દેશના વિરોધમાં ગણાવી રહ્યા છે. વિપક્ષી નેતા પદ્મ ગિરિએ કહ્યુ હતુ કે, અમે વડાપ્રધાનનો જવાબ માંગવાના છે. ભારત યાત્રા દરમિયાન નેપાળના રાષ્ટ્રીય હિતમાં પ્રચંડ કોઈ મુદ્દો ભારત સમક્ષ ઉઠાવી શક્યા નથી.

વધુ સમાચારો માટે જોતા રહો અમારી વેબસાઇટ

વધુ સમાચારો માટે જોતા રહો વીઆર લાઇવ